પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વાર્તાઓના સમૂહોનાં કંઈક આવી જાતનાં પણ જુદી રીતનાં પડો છે. કોઈ પડો અતિ પુરાણાં છે તો કોઈ પડો છેક આધુનિક છે; કોઈ પડો પરદેશી છે તો કોઈ પડો સંપૂર્ણ સ્વદેશી છે; કોઈ પડો સ્વાભાવિક છે તો કોઈ પડો કૃત્રિમ છે; કોઈ પડો નીતિ ભરેલાં છે તો કોઈ પડો અનીતિ પ્રેરક છે; કોઈ પડો ઉચ્ચ વિનોદપ્રધાન છે તો કોઈ પડો ઉપર ગ્રામ્યતાનો પાસ છે; કોઈ પડોમાં બુદ્ધિચાતુર્યનો મહિમા છે તો કોઈ પડો વિજ્ઞાનની વાતો કરે છે. વાર્તાકથન માટે કયાં પડો સંગ્રહવાં અને કયાં પડોનો ત્યાગ કરવો એ વિચારવા જેવું છે. જમાને જમાને તે જમાનાનું કામ કરવા વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે, તેમ વાર્તા કે વાર્તાઓના સમૂહો પણ ઉત્પન્ન થાય છે. એક સમાજ બીજા સમાજની વાર્તામાં ભરેલા ડહાપણથી કંટાળે છે અથવા એ ડહાપણથી વધારે ડહાપણનો દાવો કરી શકે છે, ત્યારે એ સમાજની વાર્તાને ધક્કો મારે છે. જેમ જેમ સમાજ નવી રુચિ, નવી કલ્પના, નવા આદર્શો ધારણ કરે છે તેમ તેમ જૂની રુચિ, જૂની કલ્પના ને જૂના આદર્શોને સાપની કાંચળી પેઠે છોડી દે છે. આવી રીતે સમાજે છોડી દીધેલી કાંચળીરૂપી અનેક વાર્તાઓ પણ આપણા વાર્તાના ભંડારમાં પડેલી છે. વળી આપણા વાર્તાના ભંડારમાં એવી વાર્તાઓ પણ છે કે જે સમાજના આદિ કાળથી સમાજે પોતાના અંગ ઉપર જ ધારણ કરીને રાખી હોય, ને હજુ પણ તેને પોતાના અંગ ઉપરથી જરા પણ આઘે ખસેડી ન હોય. એવી પણ વાર્તાઓ છે કે જે સમાજના હૃદયમાં છે પણ સમાજના વેશમાં નથી. એમ જ આ ભંડારમાં એવી પણ વાતો છે કે જે કોઈ વ્યક્તિએ છેક છોડી દીધી છે, કોઈ વ્યક્તિ તેના તરફ આશ્ચર્યથી જોઈ રહેલ છે તો કોઈ વ્યક્તિ હજી તેને જીવની પેઠે સાચવી રહેલ છે. ભિન્ન ભિન્ન ૧૮