પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ વ્યાખ્યાનમાંથી ધર્મ કે નીતિ સંબંધે કશું મેળવી શકતું નથી, જ્યારે આવી વાર્તાઓ ધર્મનીતિના વિચારોમાં પણ તેના જીવન પર્યંત આદર્શરૂપ બની રહે છે. આપણા જીવનનો અનુભવ આવો જ છે. કેટલાં યે કલ્પિત પાત્રો હજી પણ આપણા આદર્શોને પ્રેરી રહ્યાં છે, કેટલી યે કલ્પિત ઉચ્ચગામી વાતો આજે પણ આપણને ઊંચે જવા પ્રેરે છે. સુંદર વાર્તાઓ સુંદર વ્યાખ્યાન કરતાં નીતિનો બોધ વધારે સજ્જડ કરે છે એમ કહેવાથી એમ સમજવાનું નથી કે અહીં નીતિશિક્ષણભરી વાર્તાઓ કહેવાની હિમાયત કરવામાં આવી છે. સાર એટલો જ લેવાનો છે કે વાર્તા સુંદર હોય, સુંદર રીતે કહેવાઈ હોય તો પછી તેનું રહસ્ય નીતિ હોય કે અર્થશાસ્ત્ર હોય, શૂરવીરતા હોય કે પવિત્રતા હોય, પણ વાર્તાની અસર જ એવી થાય છે કે એ વાટે એનું રહસ્ય માણસના હૃદયમાં પેસી જાય છે. ઊલટું જો અમુક હેતુને જ આગળ ધરીને વાર્તા કહેવામાં આવે તો એ હેતુની આગળ કરેલી અણી જ માણસને લાગે છે, અને માણસ વાર્તા અને તેનો હેતુ બન્નેનો સ્વીકારવા ના પડે છે. જે વાર્તાઓ સુંદર છે, જેમાં સાચા વિચારો, આદર્શો અને ભાવના છે, વાર્તાઓ કોઈ પણ ઉચ્ચ વસ્તુનો સીધો બોધ નથી કરતી પણ પોતાના હૃદયમાં રહસ્યને ઢાંકીને ઊભેલી છે, તે વાર્તાઓ પછી તે કલ્પિત હોય કે અર્ધસાચી હોય કે ઐતિહાસિક હોય કે દંતકથારૂપે હોય, તોપણ તેમને કહેવામાં વાંધો નથી. જેમ બાગમાં જેટલાં ઝાડ હોય છે તેટલાં બધાં બાગના લાભ માટે કામનાં નથી હોતાં, તેમ વાર્તાના સમૂહમાંની બધી વાર્તાઓ બાળકોના કામની નથી હોતી. કેટલીએક વાર્તાઓ તો ઘાસ જેવી હોય છે કે જેમને બાગમાંથી નીંદી નાખવી જ જોઈએ પછી તે પરીની વાત હોય કે ઈતિહાસની વાત હો, પછી તે ૨૬