પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૭
 

વાર્તાની પસંદગી ઓ મારાં વહાલાં છોકરાંઓ ! બોલો, હવે તમોને શું ગમે છે ? આનંદી જેવા હસમુખા સ્વભાવવાળાં થવું ગમે છે કે વહાલી જેવા રોતીસૂરત થવું ગમે છે ? જો રોતીસૂરત થવું ન ગમતું હોય તો ખાસ કારણ વિના કદી પણ રોશો મા, પણ હંમેશાં આનંદમાં રહેવાય તેમ કરજો. ૩૭ ખરું જોતાં રોતીસૂરતને ડૉકટર પાસે કે કોઈ માનસશાસ્ત્રી પાસે મોકલવી જોઈએ. લેખકે એને ભારે અન્યાય કર્યો છે. રોતલ સ્વભાવ શારીરિક કે માનસિક રોગનું પરિણામ છે એવી જેમને ખબર છે તેઓ આવા રોતલ બાળક પ્રત્યે સહાનુભૂતિ રાખે છે; આવી રીતે તેની બદબોઈ કરતા નથી. જો રોતીસૂરતને સુધારવા માટે આવી વાર્તાનો પ્રયોગ ઉપયુક્ત છે તો પછી આંધળાને અંધાપામાંથી અને લંગડાને અપંગપણામાંથી મુક્ત કરવા તેમની એ ખામીને નિંદે તેવી વાર્તાઓ તેમને શા માટે ન કહેવી? બીભત્સરસ ભરેલી વાર્તાઓ ન જ કહેવાવી જોઈએ. એવી વાર્તાઓ શિક્ષક કે માબાપ કહે જ નહિ; પણ એવી વાર્તાઓ શેરીઓમાં કે મહોલ્લાઓમાં ખરાબ છોકરાઓ ચલાવે છે. નવીનતાને લીધે કે વિષયમાં સમજણ નહિ પડતી હોય તેને લીધે બાળકો એવી ગંદી વાર્તાઓ સાંભળવા પ્રેરાય છે ને તેથી આત્માની સ્વચ્છતા ઉપર ડાઘા પડી જાય છે. એ ડાઘા ભૂસવાનું કામ આખી જિંદગી સુધી કરીએ તોપણ પછી એક પણ ડાઘો ખસતો નથી. જેમાં અશ્લીલતા હોય તેવી વાર્તાઓને આપણે કદી પસંદ ન જ કરીએ એ દેખીતું છે. પણ ગ્રામ્યતા ભરેલી વાર્તાઓની પસંદગી કરવી કે નહિ તે પ્રશ્ન વિચારવા જેવો છે. આ સંબંધે અન્યત્ર લખવામાં આવ્યું છે. ગ્રામ્યતા ભરેલી વાર્તાઓને હાંકી કાઢવાની હું હિમાયત ન જ કરું. પણ એટલું જ ધ્યાનમાં રાખવા