પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૩
 

વાર્તાની પસંદગી છે એમાં અર્થ છે, પણ અંધારાથી ડર લાગે તેમાં અજ્ઞાન છે. સિંહનો ડર ન લાગે તેવી શક્તિ અથવા વૃત્તિ આપણે આપણાં બાળકોમાં કેળવવી જોઈએ, તેમ જ અંધારાથી બાળક ડરતું બંધ થઈ જાય તે માટે આપણે બાળકના હાથમાં જ્ઞાનપ્રદીપ આપવો જોઈએ. માણસની બીકણ વૃત્તિ ઉપર મૂર્ખ શિક્ષક શાળાની વ્યવસ્થા રાખે છે. અણસમજુ માબાપો ગૃહનું તંત્ર ચાલવે છે અને જુલમી રાજ્ય રાજતંત્ર ચલાવે છે. બાળક નિર્ભય થતાં જ શાળાની વ્યવસ્થા, માબાપોનું ગૃહતંત્ર અને રાજાનું રાજતંત્ર સ્વાભાવિક થશે અને શિક્ષક, ગૃહ તથા રાજા સામે થોડાંએક જ બંડો થશે. આપણે તો વાર્તાકથનથી બાળકનાં જે ભય દાખલ કરીએ છીએ તે ન કરીએ એટલે ઘણું કર્યું કહેવાશે. જેમ ભૂતપ્રેતાદિની વાતોને આપણે વિરોધ કરવાનો છે તેમ જ કામણટૂમણની કે એવી જંત્રમંત્રોની વાતોનો પણ આપણે પ્રતિકાર કરવો જોઈએ. આવી વાતો બાળકમાં ભય તો પ્રેરે જ છે, પણ ઉપરાંત તેને વહેમીલું બનાવે છે. કામણટૂમણની દુષ્ટતા આપણે હવે બાળકોને વાર્તા દ્વારા પણ ન જ કહીએ. જંત્રમંત્રોની મલિન અને અડધી કપોલકલ્પિત વાર્તાઓને પણ આપણે છોડી જ દઈએ. ૪૩ ભૂતપ્રેતાદિની અને જંત્રમંત્રોની વગેરેની વાર્તાઓ સંબંધે અત્રે લખતાં તે વસ્તુઓ સારી છે કે ખોટી છે તેનો વિચાર કરવામાં નથી આવ્યો. તે વાતો સાચી હોય કે ખોટી હોય પણ એ કોઈ રીતે ઉપકારક નથી પણ અનિષ્ટકારક છે, માટે તેને છોડી તો દેવી જ જોઈએ. જેમ અત્યારે વિજ્ઞાનના ફેલાવાથી આપણે કેટલીએક જૂઠી માન્યતાઓથી મુક્ત થયા છીએ, અથવા તા ભયમાંથી બચી ગયા છીએ, તેમ જ ભૂતપ્રેતાદિ સંબંધે વિજ્ઞાન જ્યારે એવો પ્રકાશ