પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ ચમત્કૃતિ ભરેલો લાગે છે એથી તે અનુભવની મીઠાશ વારંવાર લેવા તે ચાહે છે; અને તેથી તે વાર્તાના શ્રવણમાં રસ લે છે. ક્રિયામાત્રની પાછળ ભાષા છે, વસ્તુમાત્રને નામ અને ગુણ છે, એ કલ્પના અને જ્ઞાન જ્યાં જ્યાં વાર્તા તેને આપે છે. ત્યાં ત્યાં બાળકને વાર્તા આવકારદાયક જ લાગે છે. એક ત્રીજું કારણ પણ છે. બાળક પોતાની નાની વયે પણ કેટલાએક ઈન્દ્રિયગમ્ય અને માનસગમ્ય અનુભવો કરે છે. એ અનુભવોમાં કેટલાએક મીઠા હોય છે અને કેટલાએક કડવા હોય છે. મીઠી વસ્તુની સ્મૃતિ સંઘરવાનો મનુષ્યનો સ્વભાવ છે. જ્યારે જ્યારે આપણે એકવાર થયેલ મીઠા અનુભવને સીધી રીતે વારંવાર તાજો કરી શકતા નથી ત્યારે ત્યારે આપણે તેનું સ્મરણ કરી તાજા થઈએ છીએ. વાસ્તવિકતાના અભાવે, વાસ્તવિકતા દૂર થવાથી અથવા નાશ પામવાથી આપણે તેનું વધારેમાં વધારે સ્થૂળ મૂર્તિથી સ્મરણ કરવાની યોજના કરીએ છીએ. બાળકના જીવનમાં પોતાને ગમી જાય એવા ઘણા સુંદર પ્રસંગો બને છે, પણ તે પાછા લુપ્ત થઈ જતાં બાળક તેને શોધવા અસમર્થ બને છે. આવે વખતે એ સ્થૂળ બનાવને વાર્તારૂપે તાજો થતો જોઈ વાર્તાનું તે પૂજારી બને છે. દૂર દેશાવર થયેલ કે મૃત્યુ પામેલ મિત્રનો ફોટો જેમ આપણા મનનું એક જાતનું સમાધાન કરી મીઠા લહાવાનું મીઠું સ્મરણ કરાવે છે, તેમ જ વાર્તાઓ ગત અનુભવોને તાજા કરી મીઠું લહાણું બક્ષે છે. ધારો કે એક બાળકને એક કૂતરીને તેનાં બચ્ચાં સાથે રમતી જોવાનું મળ્યું; તેને તે બહુ ગમી ગયું. બધો વખત કૂતરી અને તેનાં બચ્ચાં જોવાની બાળકને સગવડ ન મળે એ સમજી શકાય તેવું છે. જ્યારે કૂતરીની ગમ્મત સાક્ષાત્ જોવા ન મળે ત્યારે કૂતરીની ગમ્મત તાજી કરનારી વાર્તામાં બાળક સહેજે રસ લે એ ૫૪