પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ દબાણ થવાથી તેમની વાસ્તવિક જીવન જીવવાની વૃત્તિને એકાદ દૂર દૂરના ખૂણામાં છૂપાઈને બેસવું પડે છે. એ દબાયેલી વાસના કોઈ ને કોઈ રૂપમાં બહાર પડવાનો પ્રયત્ન કરે છે. જો એ વાસનાને બહાર પાડવાનો તૃપ્તિ મેળવવાનો કોઈ પણ માર્ગ નથી મળતો તો તે વાસનાઓ ભયંકર રોગો અથવા અનીતિભંગનાં સ્વરૂપો તરીકે ફાટી નીકળે છે. સામાન્ય રીતે બાળકમાં એટલું બધું ચેતન ભર્યું છે - તે એટલું બધું સ્થિતિસ્થાપક છે કે તેના ઉ૫૨ થયેલ દબાણને તે બીજાંત્રીજાં સાધનોથી દૂર કરે છે. આથી જ વાસ્તવિક જીવનમાંથી હાંકી કહાડવામાં આવેલાં બાળકો કલ્પિત રમતો રમીને વાસનાને અમુક અંશે તો તૃપ્ત કરી લે છે. આથી જ આવાં બાળકો કલ્પિત વાતો સાંભળીને વાસ્તવિક જીવનની ઝંખનાને ટાળી શકે છે. આનો અર્થ એવો નથી કે કલ્પિત વાર્તાઓ વાસ્તવિક જીવનને બદલે દાખલ કરવી ઠીક છે. વાસ્તવિક જીવન જ ઉચ્ચ પોષણ આપે છે - પ્રથમ દરજ્જાનું પોષણ આપે છે; પણ જ્યાં કુદરતી ખોરાક ન મળી શકે ત્યાં કૃત્રિમ ખોરાકથી ચલાવવાનું છે, તેમ જ જ્યાં વાસ્તવિકતા નથી મળેલી ત્યાં જ આવી વાર્તાઓનો અર્થ છે, અને આવી વાર્તાઓ બાળકો સાંભળે તેવો પ્રબંધ કરી આપવાની આપણી ફરજ પણ છે. આવી વાર્તાઓ સાંભળવાથી કદાચને વાસ્તવિકતાથી બાળકના માનસને જે વિકાસ મળે તે ન મળે; પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે આવી વાર્તાઓ સાંભળવાથી બાળકની દબાયેલી વાસનાઓની સદ્ગતિ થઈ જાય છે. ૬૪ પ્રત્યેક બાળક કલ્પિત વાર્તા સાંભળવા રાજી હોય છે એમ નથી. પણ જ્યાં જ્યાં બાળક કલ્પિત વાર્તા સાંભળે છે ત્યાં ત્યાં ઉપર લખ્યાં ચાર કારણોમાંના કોઈ ને કોઈ કારણો હોવાનો