પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ ઘોડો ખબડક ખબડક દોડાવ્યે જાય છે. શું રાજપૂતરની મૂછો ! એના ઉ૫૨ જાણે લીંબુ ઠરે. અમે જ્યારે કૌમારાવસ્થામાં હતા ત્યારે અમે તો વાર્તા સાંભળવાને બદલે સાચેસાચ નાનાંમોટા સાહસો ખેડેલાં. અંધારું, સ્મશાન ને એકાંત જગ્યા એ અમારાં પરિચિત સ્થાનો થઈ પડેલાં. બહાદુરીનો વેગ અમે સામસામી ટોળીઓ કરીને લડી લેવામાં વહેવડાવતા. અમે લડાઈ કરવાના ભારે શોખીન હતા. ગામમાં માણભટ્ટ મહાભારત સંભળાવે તે રાતના બાર ઉપર બે વાગ્યા સુધી સાંભળતા અને દિવસે શૂરાઓ બનીને યુદ્ધો રચતા. એકવાર તો બાવીશ જણાની અમારી ટોળીએ જાળની સોટીઓ કાપેલી ને પછી તેના ઉપર એ સોટીઓને અખંડ વિજયી બનાવવા માટે અમારામાંના એક જણની આંગળી કાપીને લોહી ચડાવેલું ! માબાપો જ્યારે અમને છેક નાના છોકરાઓ ગણતાં હતાં ત્યારે અમે ભારે ભારે પરાક્રમો કરતા હતા. આ એક સ્વાભાવિક વૃત્તિ છે. આ વૃત્તિને સાચેસાચી તૃપ્તિ મળવી જ જોઈએ. સાચી બોયસ્કાઉટ પ્રવૃત્તિથી આ વૃત્તિને તૃપ્તિ મળી જવા સંભવ છે. એમ નહિ તો કુમારોના પ્રવાસો, ૨મતો અને ભ્રમણોમાંથી પણ આ વૃત્તિને ઘણું પોષણ મળી શકે. કોઈ પણ રીતે આપણે આ વૃત્તિને સાચેસાચી રીતે પોષી ન શકીએ તો પછી વાર્તા તો કહેવી જ જોઈએ. વાસ્તવિકતાના અભાવે કુમારોનો ૨સ વાર્તામાં જામવાનો જ, અને વાસ્તવિકતાના અભાવથી થયેલ નુકસાનનો થોડોઘણો બદલો તો વળવાનો જ. te વાર્તાની કલ્પનામાં બાળકોને ત્યારે જ જવું પડે છે કે જ્યારે બાળકોને વાસ્તવિક દુનિયામાં જવાનો પ્રતિબંધ કરવામાં આવે છે. આ સત્યની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ એટલે એક