પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ ભાઈબહેનના પ્રેમની કથા તે એક પ્રેમકથા; સ્ત્રીમિત્ર અને પુરુષમિત્રના પ્રેમની કથા તે વળી બીજી પ્રેમકથા; માતા અને પુત્ર વચ્ચેની પ્રેમકથા તે વળી એક ત્રીજી પ્રેમકથા. આમ પ્રેમકથાઓના અનેક પ્રકારો ગણાવી શકાય. આ બધી કથાઓ શુદ્ધ પ્રેમથી, આદર્શ પ્રેમથી ભરેલી હોવી જોઈએ. આપણે પ્રેમથી બીવાનું નથી, પણ પ્રેમની નિર્બળતાથી અને કલુષિતતાથી ડરવાનું છે. પ્રેમની વાતોથી આપણે આપણા પ્રેમજીવનનો આદર્શ સુંદર રીતે ઘડી શકીએ છીએ. આપણને યુવાવસ્થાથી જ કોઈ ને કોઈ વાર્તાનું કોઈ પાત્ર ગમી ગયેલું હોય છે. કોઈના પ્રેમની આદર્શમૂર્તિ સીતા થઈ છે, તો કોઈના પ્રેમની આદર્શપ્રતિભા સાવિત્રી બની છે, તો વળી કોઈના પ્રેમની આદર્શ સ્ત્રી કુમુદ કે કુસુમ કે એવી કોઈ સ્ત્રી છે. આપણે હંમેશ એ પાત્રોની કોટિએ પહોંચવાને ગડમથલ કરેલી છે, અને આપણી નિષ્ફળતાની કડવાશ પણ અનુભવેલી છે. નવવધૂને નવપતિ પોતાની કલ્પનાની કોઈ પ્રેમમૂર્તિના તાજથી નવાજે છે, જ્યારે નવપતિને નવવધૂ પોતાની કલ્પનામાં રમતા કોઈ પતિદેવની મૂર્તિની ભાવનાથી પધરાવે છે. આ ઉદાત્ત ભાવનાઓ ઘડવાનું કામ વાર્તાઓ સારી રીતે બજાવી શકે છે. આ કાર્ય બજાવવા માટે જ પ્રેમવાર્તાઓનું વાર્તાકથનમાં આ અવસ્થાએ સ્થાન છે. પ્રેમકથાઓ કહેવાથી બાળકો બગડી જાય અને ઊલટો તેમનો રાગ વિરુદ્ધ જાતિમાં વધે તેવી માન્યતા બાળકના માનસનું અજ્ઞાન અને પોતાના જ આત્માનો અવિશ્વાસ બતાવે છે. અમુક ઉમરે જે વિકાસ સ્વાભાવિક છે તેને વિકાર લેખી દાબી દેવાનો પ્રયત્ન વ્યર્થ છે એટલું જ નહિ પરંતુ ભયંકર છે. અનિષ્ટ પ્રેમના ભયને લીધે શુદ્ધ પ્રેમને રોકવા જતાં શુદ્ધ પ્રેમ પણ અશુદ્ધ સ્વરૂપ પકડે છે એ વિચારવા જેવું છે. ભૂખને મટાડવાનો ઉપાય લાંઘણ ૭૨