પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ અલબત્ત જે જે શાળાઓમાં સહશિક્ષણનો પ્રબંધ છે તે શાળાઓમાં આવી કલ્પિત વાર્તાઓની ઓછી જરૂર છે. જ્યાં જીવંત પ્રેમને અવકાશ છે ત્યાં કલ્પિત પ્રેમની વાર્તાનું કામ નથી. સહશિક્ષણમાં જે શુદ્ધ પ્રેમની પણ અપેક્ષા છે તે સંબંધે અહીં વિસ્તારથી કહી શકાય નહિ. આ સંબંધે અહીં આટલું જ. બાળકની આ પ્રેમપૂર્ણ અદ્ભુત કથાઓ સાંભળવાની અવસ્થા એ વાર્તાશ્રવણની છેલ્લી શ્રેણી છે. અહીં વાર્તાનું શ્રવણ અટકે છે. આ ઉંમર પછી તો માણસ પોતાની જાતે જ પ્રેમકથાઓ વાંચીને તેનો આસ્વાદ લઈ શકે છે. છતાં સાઠ સાઠ વર્ષના ડોસા વાર્તાશ્રવણમાં એક બાળક જેટલો જ અખૂટ રસ ધરાવે છે એ કાંઈ વાર્તાની શક્તિનો અથવા ઘરડા માણસની બાલ્યાવસ્થાનો જેવો તેવો નમૂનો નથી. પણ આ વિચારને આપણે અહીં જ છોડી દઈશું. પણ ઉક્ત શ્રેણીઓમાં જે જે પ્રકારની વાર્તાઓ ગણાવી છે તે તે પ્રકારની વાર્તાઓ ઉપરાંત બીજી વાર્તાઓ પણ છે અને તેને વિદ્યાર્થીના જીવનમાં સંપૂર્ણ અવકાશ મળવો જોઈએ. વિનોદની વાર્તાઓનો એક પ્રકાર છે, કહેવતોનાં મૂળની વાર્તાઓનો બીજો પ્રકાર છે ને ચાતુરીની વાર્તાઓનો ત્રીજો પ્રકાર છે. આવી જાતની વાર્તાઓ ગમે તે શ્રેણીમાં કહી શકાય; પરંતુ આ વાર્તાઓ સામાન્ય રીતે તે ઉમરનાં બાળકોને કહી શકાય કે જ્યારે તેમનામાં બુદ્ધિશક્તિનો થોડોઘણો પણ અંકુર ફૂટેલો હોય. ચાતુરીની વાર્તાઓ ઉક્ત ત્રણ પ્રકારમાં સહેલી ગણાય. કહેવતોનાં મૂળની વાતો તો ત્યારે જ કહેવાય કે જ્યારે બાળકોમાં સાહિત્યવિષયક અભિરુચિ વધારે બહાર પડતી જોવામાં આવે, ને વિનોદની વાતો તો ત્યારે જ ઉડાવાય કે જ્યારે બાળકમાં બુદ્ધિની સૂક્ષ્મતા જામી હોય, ૭૨