પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? પૂરા પ્રમાણમાં હોય છે. એ સૌને ગમી ગયેલી છે તેથી તેમાં બનાવોની પરંપરા અને લોકહૃદયનું પ્રતિબિંબ પડેલું છે. છતાં એ વાર્તાઓમાં ફેરફાર કરી લેવાની જરૂર તો છે જ. જ્યાં જ્યાં એ વાર્તાઓ કલારહિત સમાજના હાથમાં આવવાથી તેનો કલાપ્રાણ ખોઈ બેઠેલી છે ત્યાં ત્યાં તેમાં કલા પૂરવાની છે, જ્યાં રચનામાં સમતોલપણું ઓછું થઈ ગયું ત્યાં તે ફરી વાર સ્થાપવાનું છે, ને જ્યાં તેના વસ્તુમાં વિકૃતિ આવી ગયેલી છે ત્યાં સંસ્કાર દાખલ કરવાનો છે. આજે આપણે કાને જે જે લોકવાર્તાઓ પડે છે તે લોકવાર્તાઓ આવા દોષોમાં થોડે કે વધારે અંશે સપડાયેલી છે. આપણે તે વાર્તાઓને કહેવા યોગ્ય કરી લેવા માટે કાળજી રાખવાની છે. તેમને જેવી ને તેવી જ સંગ્રહી રાખવાનું કામ પુરાતત્ત્વવેત્તાઓનું છે; વાર્તાકથનકારોનું કામ તો તેમને કહેવા યોગ્ય બનાવી, ભૂતમાંથી વર્તમાનમાં ત્યાંથી ભવિષ્યકાળમાં ખેંચી જવાનું છે. જે વાર્તાઓ લખાયેલી છે તે વાર્તાઓને કહેવા યોગ્ય બનાવવામાં એક બીજો પણ પ્રશ્ન છે. આ વાર્તાઓ વાંચનને માટે જ હોવાથી તે જેવી ને તેવી કહી શકાય નહિ. વળી આ વાર્તાઓ સાધારણ રીતે વાંચનાર-વર્ગને માટે લખાયેલી હોવાથી તેની ભાષામાં ખાસ અગર ભણેલ વર્ગની ભાષાનું પ્રાધાન્ય હોય છે. આ વાર્તાઓ સાહિત્યપ્રદેશના ક્ષેત્રોની હોવાથી તેમની રચના સુંદર છતાં વિગતોથી ભરપૂર, ગૂંચવાડા ભરેલી, અને કાવ્ય તથા વર્ણનપ્રધાન હોય છે. આવી વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ બનાવવાનું કામ વધારે મુશ્કેલી ભરેલું છે. સાંભળવા યોગ્ય અને વાંચવા યોગ્ય વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓ કેવી રીતે બનાવી લેવી તેનો વિચાર કરીએ. કહેવા યોગ્ય વાર્તાનું પહેલું અને અતિ આવશ્યક લક્ષણ ૭૯