પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

"સ્ત્રીઓને માટે અતિ કીમતી ગણાય એવી એક ચીજ જોખમમાં છે." ડૉક્ટરે કાતર અને ચીપિયા, લોશન અને આયોડીન વગેરે ચલાવતાં ચલાવતાં નર્સ સામે હસીને કહ્યું.

બાળકના હોઠમાંથી લોહી વધુ ને વધુ નાસતું હતું

"યુ, ડેવિલ.....!" નર્સે મધુરી ખીજ બતાવી. ત્યાં બીજા દાક્તરે કહ્યુંઃ "હોઠ તો પુરુષોના જ વધુ કીમતી કહેવાય!"

"માટે જ આટલી મહેનત કરવા લાગો છો !" નર્સે કહ્યું.

"હોઠની આર્ટરી લોહી વિનાની બની જાય છે કે નહિ, ડૉક્ટર?"

"બને પણ ખરી ને ન પણ બને !" સર્વ જ્ઞાનની સીમાનું ચિહ્‍ન આ અભિપ્રાય છે.

"તો હોઠ સુકાઈ જાય કે નહિ ?"

"જોઈએ, હવે આમાં એવું જ કાંઈક કરવું પડશે ને ? આર્ટરીઝ વધુ ને વધુ તૂટતી જાય છે."એમ કહી બાળકને જરા ક્લૉરોફોર્મ આપી કાતર વિશેષ ઊંચે ચલાવીને દાકતરે બાળકના હોઠ ટુંકા કર્યા. ઉપર પાટાપિંડી કરીને બાળકને અંદરના દરદી તરીકે લીધો.

"ફક્ત એક-બે દિવસ જ લાગશે, વધુ નહિ લાગે. કાંઈ ચિંતા કરશો નહિ." એમ કહી દાક્તરે સંચાલકને વિદાય આપી ને પછી પોતે ચા-પાઉં ખાતે ખાતે પોતાના સાથી સાથે આની ચર્ચા આદરી.

એ ચર્ચા હોઠ વિષેની હતી. એમાં પોતે આ બાળકના હોઠ વધુ પડતા ચૂંથી નાખ્યા છે તે વાતનો ચોખ્ખો ઇનકાર હતો. સાથીઓની ઉમેદ એવું ઠરાવવાની હતી કે આ દાક્તરે હોઠ કાપવાનો 'સ્પેશ્યલ સ્ટડી' નથી કર્યો. દરમિયાન ક્લૉરોફોર્મની મીઠી અસરમાંથી પોતાની ઇચ્છા વિરુદ્ધ બાળક બહાર આવી રહ્યો હતો. એને મીઠું ક્લૉરોફોર્મ વિસ્મૃતિની લહેરોમાં રમવા તેડી ગયું હતું. લહેર તૂટી ને બાળક શુદ્ધિમાં આવ્યો. એના દાંતે એને કહ્યું કે અમારી પાસેથી અમારા મિત્ર