આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
કાંઠે રમનારાં
[ગોકૂળ ગામ સોયામણાં રે, જળ જમૂનાને તીર
ગિરિધર ચારે ગાવડી, હાં રે ભેળા બળભદ્ર વીર
ગોકૂળ ગામ સોયામણાં—એ ઢાળ]
🙖
દરિયાના તીર રળીઆમણા રે
રૂડાં રમે નાનાં બાળ;
નાતાં ગાતાં ને કાંઈ નાચતાં,
હાં રે હૈયે નથી કોની ફાળ
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં.
ઉંચે અનંત આભ થંભીયાં રે
વિના થોભ ને થડકાર;
નીચે નીચે રે નીલાં પાણીડાં
હાં રે સદા ફીણાળાં શ્રીકાર
—કાંઠે રમે રે રૂડાં બાલુડાં.