પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨]
ઉકરડેથી રતન જડ્યું

ભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી.

અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક પુત્ર દલુને લઈને અહીં પિયરમાં જ પડી રહેતી. સદ્‌ભાગ્યે આભાશા વિધવા બહેન પ્રત્યે મમતા રાખતા, અને ઘરમાં એની આમન્યા પાળતા. તેમ જ બીજાઓ પાસે પણ પળાવતા, તેથી ઘર-વહીવટમાં અમરતનું ચલણ વિશેષ હતું.

આભાશાએ પરસાળમાં પગ મૂક્યો ત્યારે અમરતથી પુછાઈ ગયું:

'કેમ ભાઈ, તમને ધમલો સામો નથી મળ્યો? મેં તો તરત જ કેવરાવ્યું 'તું...'

'ધમલો તો સારી વાર થયા દુકાને આવી ગયો...'

'તો ઠીક' અમરતે અર્ધીઅર્ધી થતાં કહ્યું : 'કંદોરાબંધ દીકરો...'

'તમારા મોંમાં સાકર...' આભાશાએ ઉપચાર-વિધિથી જ બહેનને કહી દીધું. પછી જરા રહીને બોલ્યા : 'વિમલસૂરીજીની વાત સાચી જ પડી...! શી રીતે એ જાણી શક્યા હશે?'

'સાધુ-સાધ્વી તો જ્ઞાની જીવ કહેવાય.' અમરતે કહ્યું 'એની વિદ્યાની વાત થાય ? એને ત્રણ કાળનું જ્ઞાન હોય. મિથ્યાત્વી અર્થે