પ્રથમ પહેલાં પુજા તમારી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રથમ પહેલાં પુજા તમારી, મંગળ મુર્તિવાળા,

કોટી વંદન તમને સુંઢાળા, નમીએ નાથ રૂપાળા ગજાનન...


પ્રથમ સમરીએ નામ તમારા, તો ભાગે વિઘન અમારા,

શુભ શુકનીએ તમને સમરીએ, દિન દયાળુ દયાવાળા...ગજાનન


શંકટ હરણને અધમ ઓધારણ, ભય ભંજન રખવાળા,

સર્વ સફળતા તમથી ગણેશા, સર્વ સ્થળે સરવાળા...ગજાનન


અકળ ગતી છે મારા નાથ તમારી, જય જય નાથ સુંઢાળા,

દુ:ખડા હરો ને સુમતી આપો, ગુણના એક દંતવાળા...ગજાનન


જગત ચરાચર ગુણપતી દાતા, હાની હરોને હરખાળા,

સેવક સમરે ગુણપતી ગુણને, ઉરમાં કરોને અજવાળા...ગજાનન