લખાણ પર જાઓ

પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી(કટારી-2)

વિકિસ્રોતમાંથી
પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી
દાસી જીવણ




પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી(કટારી-2)


પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚
ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી… પ્રેમ કટારી આરંપાર…૦

ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !
આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી… પ્રેમ કટારી આરંપાર…૦

સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚
વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી… પ્રેમ કટારી આરંપાર…૦

ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚
રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી… પ્રેમ કટારી આરંપાર…૦

દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી,
ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી… પ્રેમ કટારી આરંપાર…૦