લખાણ પર જાઓ

બારમાસી છંદ

વિકિસ્રોતમાંથી
બારમાસી છંદ
પિંગળશીભાઈ નરેલા
છંદ = ત્રિભંગી




બારમાસી છંદ

પિંગળશીભાઈ નરેલા
છંદ = ત્રિભંગી

અષાઢ મહિનો

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્ જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્ વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યા રી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 1

શ્રાવણ મહિનો

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે અંબર સે,
તરુવર ગિરિવરસે, લતા લહરસે નદિયાં સરસે સાગરસેં,
દંપતી દુઃખ દરસે, સૈજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 2

ભાદરવો મહિનો

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરા મેં ગરિયા, ફેર ન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ બિસરીયા, કાજ ન સરિયા મન નહિ ઠરિયા મૈ હારી,
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 3

આસો મહિનો

આસો મહિનારી, આસ વધારી દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી મથુરારી

બ્રુષભાનુ દુલારી, કહત પુકારી, બિનવીયે બારીબારી,
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 4.

કારતક મહિનો

કહું માસં કાતી, તિય મદમાતી, દિપ લગાતી રંગ રાતી,
મંદિર મહલાતી, સબે સુહાતી, મૈં હરખાતી જઝકાતી,
બિરહે જલ જાતી, નીંદ ન આતી, લખી ન પાતી મોરારી,
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 5

માગશર મહિનો

મગસર શુભ માસં, ધર્મ પ્રકાશં, હિયે હુલ્લાસં જનવાસં।
સુંદર સહવાસં, સ્વામી પાસં, વિવિધ વિલાસં રણીવાસં।
અન્ન નહીં અપવાસં, વ્રતી અકાશં, નહીં વિશ્વાસં મોરારી।
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 6

પોષ મહિનો

પૌષે પછતાઈ, શિશિર સુહાઈ, ઠંડ લગાઈ સરસાઈ।
મન મથ મુરઝાઈ, રહ્યો ન જાઈ, બૃજ દુઃખદાઈ વરતાઈ।
શું કહું સમજાઈ, વૈદ બતાઈ, નહીં જુદાઈ નર નારી।
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 7

મહા મહિનો

માહ મહિના આયે, લગન લખાયે, મંગળ ગાયે રંગ છાયે।
બહુ રૈન બઢાયે, દિવસ ઘટાયે, કપટ કહાયે વરતાયે।
વૃજ કી વનરાયે, ખાવા ધાયે, વાત ન જાય વિસ્તારી।
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 8

ફાગણ મહિનો

ફાગુન પ્રફુલ્લિતં, બેલ લલિતં, કીર કલીતં કૌકીલં।

ગાવત રસ ગીતં, વસંત વજીતં, દન દરસીતં દુઃખ દિલં।
પહેલી કર પ્રીતં, કરત કરીતં, નાથ અનીતં નહીં સારી।
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 9

ચૈત્ર મહિનો

મન ચૈત્ર માસં, અધિક ઉદાસં, પતિ પ્રવાસં નહીં પાયે।
બન બને બીકાસં, પ્રગટ પલાસં, અંબ ફલાસં ફલ આયે।
સ્વામી સહવાસં, દિએ દિલાસં, હિએ હુલાસં કુબજારી;
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 10

વૈશાખ મહિનો

વૈશાખે વાદળ, પવન અપ્રબળ, અનળ પ્રગટ થળ તપત અતિ;
સોહત કુસુમાવળ, ચંદન શીતળ, હુઈ નદિયાં જળ મંદ ગતિ.
કીનો હમસે છળ, આપ અકળ, નહીં અબળા બળ બત વારી;
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 11

જેઠ મહિનો

જેઠે જગજીવન, સુકે બનબન, ઘોર ગગન ઘન સજત ઘટા,
ભાવત નહિ ભોજન, જાત બરસ દન, કરત ત્રિયા તન કામ કટા,
તલફત વ્રજ કે જન, નાથ નિરંજન, દિયા ન દરશન દિલધારી,
કહે રાધે પ્યારી, મૈં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. 12