બીરબલ વિનોદ/આ સડક ક્યાં જાય છે?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચંચલ નેન છીપે ન છિપાયે બીરબલ વિનોદ
આ સડક ક્યાં જાય છે?
બદ્રનિઝામી–રાહતી
દાદએ હુઝૂરસ્ત →


વાર્તા ૪૪.

આ સડક ક્યાં જાય છે ?

એક દિવસ બાદશાહ બીરબલને સાથે લઈ શિકારે નીકળ્યો. જગલમાં તેઓ ભૂલા પડી ગયા. એવામાં એક ખેડૂત સ્હામેથી આવતો દેખાયો, એટલે તેને પૂછયું "ભાઈ ? આ સડક ક્યાં જાય છે ?” આ સાંભળી પેલા ખેડૂતે કહ્યું “તમે પણ કેવા મૂર્ખ છો?! સડક તે વળી ક્યાં જઈ શકે ? એતો નિર્જીવ પડી છે !! હા, પ્રાણીઓ અવશ્ય તે ઉપર આવજા કરે છે.”

આ પ્રત્યુત્તર સાંભળી અકબર અને બીરબલ ઉભય લજ્જિત બની એક બીજાનું મોઢું જોવા લાગ્યા.