બીરબલ વિનોદ/ઉત્તમ જળ કઇ નદીનું?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જેવું કર્મ તેવું ફળ બીરબલ વિનોદ
ઉત્તમ જળ કઇ નદીનું?
બદ્રનિઝામી–રાહતી
હુઝૂર ! ગધે આતે હૈં ? →


વાર્તા ૭૪.

ઉત્તમ જળ કઈ નદીનું.

એક દિવસ બાદશાહ અને બીરબલ બન્ને મહેલની અગાસી ઉપર ઉભા હતા. યમુના નદિનાં મોજાં કિલ્લાની દિવાલ સાથે ટક્કરો લેતાં હતાં. એ જોઈ બાદશાહે પૂછ્યું “બીરબલ ! કઈ નદીનું જળ ઉત્તમ છે?” બીરબલે કહ્યું યમુનાનું.” આથી બાદશાહે પુછ્યું “ભાઈ તારા, ધર્મમાં તો ગંગાજળનો મહિમા ગવાયો છે, તો પછી તું યમુનાના જળને કેમ અને કેવા પ્રકારે ઉત્તમ બતાવે છે?"

બીરબલ બોલ્યો “પૃશ્વિનાથ ! ગંગાજલ પાણી નથી, એતો અમૃત છે.” એ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.