બીરબલ વિનોદ/પનઘટની વાતો

વિકિસ્રોતમાંથી
← રામનામને બદલે મ્હારૂં નામ લખો બીરબલ વિનોદ
જૂતોં કે મારે ખડે હેં.
બદ્રનિઝામી–રાહતી
એકને બદલે હઝાર →


વાર્તા ૧૨૫.

જૂતોં કે મારે ખડે હેં.

એક દિવસે બાદશાહ પોતાના વઝીરો સહુ જુમા મસ્જીદમાં નમાઝ પઢવા ગયો. સંયોગવશાત્ કોઈ ચોર આવીને ફૈઝીના જોડા ચોરી ગયો. નમાઝ ખલાસ થતાં ફૈઝી જોડા શોધવા લાગ્યો, પણ ગેબ થયેલા જોઈ આમતેમ નઝર ફેરવતો ઉભો રહ્યો. બીરબલ તેની પરિસ્થિતિને કળી ગયો હતો એટલે, જ્યારે બ્હાર નીકળતી વખતે બાદશાહે ફૈઝીને પૂછ્યું “ફૈઝી ! ચાલતા કેમ નથી ?” ત્યારે તેણે ઝટ ઉત્તર આપ્યો “હુઝૂર જૂતોં કે મારે ખડે હેં.”