બીરબલ વિનોદ/પાનમાં પાન કયું મોટું?
Appearance
← નદી કેમ રડે છે? | બીરબલ વિનોદ પાનમાં પાન કયું મોટું? બદ્રનિઝામી–રાહતી |
ગધેડીનો છેક હાથથી ગયો → |
વાર્તા ૬૧
પાનમાં પાન કયું મોટું ?
એક પ્રસંગે બાદશાહે દરબારીને પૂછ્યું કે “પાનમાં પાન કયું મોટું?” કોઈએ કહ્યું “કેળનું” તો કોઈએ જવાબ આપ્યો કે “સાગનું” અને વળી કોઈએ કમળનું પાદડું સૌથી મોટું બતાવ્યું. પરંતુ બાદશાહે કોઈની પણ વાત માન્ય ન રાખતાં બીરબલને પૂછ્યું. બીરબલ ઝટ બોલી ઉઠ્યો "હઝૂર ! સૌથી મોટું પાન નાગરવેલનું છે. કારણ કે, તે આપ નામદાર જેવાના મુખ સુધી પહોંચી શકે છે. બીજાં પાન આકારમાં મોટાં છે, પણ અધિકારમાં એકે આની મોટાઈને ન પહોંચી શકે.”
આ જવાબ સાંભળી બાદશાહ બહુજ ખુશી થયો.