બીરબલ વિનોદ/સત્ય આને અસત્ય વચ્ચે કેટલું અંતર?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આધા આપકા બીરબલ વિનોદ
સત્ય આને અસત્ય વચ્ચે કેટલું અંતર?
બદ્રનિઝામી–રાહતી
કા કારણ ડોલેમેં હાલત પાની? →


વાર્તા ૧૫.

સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર ?

એક સમયે બાદશાહે પૂછ્યું “બીરબલ ! સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર છે?” બીરબલ બોલ્યો “જહાંપનાહ ! માત્ર ચાર આંગળનો.” બાદશાહે પૂછ્યું “એ કેવી રીતે?” ત્યારે બીરબલે કહ્યું “હુઝૂર! સત્યને ઓળખનારી આંખ છે, એટલે જે આંખે જોયું એ સત્ય અને આંખથી ચાર આંગળને છેટે કાન છે એણે જે સાંભળ્યું તે અસત્ય હોય છે એટલા માટે સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળનો અંતર છે.” આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.