બીરબલ વિનોદ/૬૮ તીર્થનું રક્ષણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકાશમાં અંધકાર બીરબલ વિનોદ
૬૮ તીર્થનું રક્ષણ
બદ્રનિઝામી–રાહતી
માનો ચંદકો છીર કસુંબ ચુવાયો →


વાર્તા ૨૯.

૬૮ તીર્થનું રક્ષણ

"બ્રહ્મ પદે તીરથ સકળ, વસે સદા બળ રામ”

એક દિવસે દરબારમાં બાદશાહે બીરબલને સવાલ કર્યો કે “તમારો મહામંત્ર કયો?” બીરબલે કહ્યું “ નામદાર ! ગાયત્રીમંત્ર.” એ સાંભળી બાદશાહ બોલ્યો “ તમે ગૌપૂજક છો, ગાયત્રી મંત્ર તમારો મહામંત્ર છે તો પછી ગાયના ચામડાના જોડા પગમાં પહેરી ગૌચર્મનું ભયંકર અપમાન કેમ કરો છો ?”

બધા સભાસદો બીરબલ શો પ્રત્યુત્તર આપે છે એની ઉત્કંઠ હૃદયે પ્રતિક્ષા કરવા લાગ્યા. બીરબલે કહ્યું “જહાંપનાહ ! બ્રાહ્મણના પગમાં ૬૮ તીર્થનો વાસ છે, એટલે તે પગોનો અને ગૌચર્મનો યોગ થવોજ જોઈએ. કારણ કે તે બન્નેના સંગમથી અધિક તીર્થનો મહીમા વધે છે અને તીર્થનું તે વડે રક્ષણ પણ થાય છે.”

સૌ કોઈ એકી અવાજે “વાહ, વાહ” પોકારી ઉઠ્યા અને બાદશાહ પણ બીરબલને તેના વિચિત્ર ચાતુર્ય માટે અનેક ધન્યવાદ આપવા લાગ્યા.