બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં,
બેની મેલ્યો છે સૈયરુનો સાથ,
મેલીને ચાલ્યા સાસરે.

બેની મેં તમને મિલનબેન વારિયા,
બેની ન રમજો માંડવા હેઠ,
ધુતારો ધૂતી ગયો.

એક આવ્યો’તો પરદેશી પોપટો,
એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો,
ધુતારો ધૂતી ગયો.