બોલે છે મોર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બોલે છે મોર
કેશવ હ. શેઠ
(ઢાળ : મોંઘા આલાપ, લોલ ઉરના વિલાપ:
વેગળી વાસન્તના મોંઘા આલાપ)


<poem> બોલે છે મોર, બાલા ! બોલે છે મોર ; કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦ ચમકંતી વીજ, છાયું બાદલ ઘનઘોર ; કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦

થનગન નાચે ને ટિહૂ ટિહૂ ટહૂકે; ટહૂકડે દિગંત ભરે આઠે ય પ્હોર; કોને કોને બારણે બોલે છે મોર ? બોલે છે૦

ગર્જંતો મેઘ, મીઠાં વર્ષંતાં અમૃત; સૃષ્ટિ એ વૃષ્ટિમાં કરતી અંઘોળ; આજ કોને બારણે બોલે છે મોર? બોલે છે૦

બોલે છે મોર, વ્હાલા ! બોલે છે મોર ; નંદજીને પારણે બોલે છે. મોર બોલે છે૦

નયણે સૂરજ, મુખડે ચંદ્ર ચકોર; બ્રહ્માંડનો નાથ ઝૂલે નવલ-કિશોર; આંગણે આંગણે એનો કલશોર. બોલે છે૦