ભાવે ભજીલ્યો ભગવાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

કંઈક આત્માનું કરજો કલ્યાણ
જીવન થોડું રહ્યું

એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં
જૂઠી માયા ને મોહમાં ફસાઈ ગયાં
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

બાળપણ ને યુવાનીમાં અડધું ગયું
નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું
હવે બાકી છે એમાં દ્યો ધ્યાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

પછી ઘડપણમાં પ્રભુ ભજાશે નહિ
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ
બનો આજથી પ્રભુમાં મસ્તાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો
કૈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો
છીએ થોડા દિવસના મહેમાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

બધાં આળસમાં દિન આમ વીતી જાશે
પછી યમનું ઓચિંતુ તેડું થાશે
નહિ ચાલે તમારું તોફાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું

એ જ કહેવું આ બાળકનું દિલમાં ધરો
ચિત્ત આપી મહાવીરને ભાવે ભજો
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન
જીવન થોડું રહ્યું

તમે ભાવે ભજી લ્યો ભગવાન
જીવન થોડું રહ્યું