ભીંડો ભાદરવા તણો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ભીંડો ભાદરવા તણો
દલપતરામભીંડો ભાદરવા તણો, વડને કહે : "સુણ વીર,
સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર."

"તું જા સરવરતીર", સુણી વડ ઊચર્યો વાણી,
"વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી."

દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.