ભૂલી પંથ ભમું દિનરાત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભૂલી પંથ ભમું દિનરાત
કેશવ હ. શેઠ


<poem> ભૂલી પંથ ભમું દિનરાત રે, કોઇ સંત! બતાવો જી વાટ.

ઊગે સૂરજ વળી આથમે એવી ન્હોતી મારી મૂળ ભોમ; જ્યોતિ અખંડ ઝગે જહીં જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ :

                 કોઇ સંત બતાવો એ વાટ : ભૂલી…

સંસારને ઊને વાયરે થાયે ઘરઘરના દીપ ગૂલ : જીવન એવાં અહીંનાં વ્હેંતિયાં, મારે મુલક અમરોનાં કુળ :

                 કોઇ સંત બતાવો એ વાટ: ભૂલી…

ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય, : એવા રે સ્નેહને સોણલે મારું જીવતર ઝોલાં ખાય :

                 કોઇ સંત બતાવો દિવ્યવાટ : ભૂલી…

પગલેપગલે પાવક પ્રજળે; ને આંખે ઠર્યો અંધકાર; પામર દેહની પીઠ રહી વહી ભવરણકેરો ભાર:

                 હવે સંત! દોરો સુરવાટ : ભૂલી…