ભૂલ્યા ભટકો છો
Appearance
ભૂલ્યા ભટકો છો દાસી જીવણ |
ભૂલ્યા ભટકો છો
ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚
કેમ ઉતરશે પારે ? રે જી…
જડી હળદરને હાટ જ માંડયું‚ વધ પડયો વેમારે
સાવકાર થઈને ચડી ગિયો તું‚ માયાના એકારે… મારા હંસલા…
ભેખ લઈને ભંગવા પેર્યા‚ ભાર ઉપાડયો ભારે‚
ઈમાન વિનાનો ઉપાડો જાશે‚ લખ ચોરાશી લારે… મારા હંસલા…
લોભાઈ રિયોને નજર ન રાખી‚ શીદ ચડયો તો શિકારે ?
માર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚ હું મોહથી સંસારે… મારા હંસલા…
એકાર મન કર આત્મા‚ તું જોઈશે મનને વિચારે‚
દાસી જીવણ સત ભીમને ચરણે‚ પરગટ કહું છું પોકારે… મારા હંસલા…