લખાણ પર જાઓ

મણિયારો તે હલું હલું

વિકિસ્રોતમાંથી
મણિયારો તે હલું હલું
અજ્ઞાત



મણિયારો તે હલું હલું

હાં…મણિયારો તે મણિયારો તે
હલુ હલુ થઈ રે વિયો રે…

મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો

હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો

હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો


હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં રે આંજેલ એમાં મેશ રે
હેલ મુઝો, વરણાગી મણિયારો
હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો

હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો

હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે
છેલ મુઝો, વરણાગી મણિયારો
છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો