માનો ગરબો રે રમે રાજ ને દરબાર
Appearance
માનો ગરબો રે રમે રાજ ને દરબાર અજ્ઞાત |
માનો ગરબો રે , રમે રાજને દરબાર
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર