માબાપોને/બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રીમંતોને માબાપોને
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
ગિજુભાઈ બધેકા
બાળકોની ગંદી રમતો →


બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

સામાન્યતઃ કોઈ પણ આદર્શ વર્ગમાં કે શાળામાં જતાં સાધારણ બાળકો કામ કરે છે ત્યાં બાળકોની વ્યવસ્થા અથવા નિયંત્રણનો પ્રશ્ન ઊભો જ થતો નથી. જ્યારે શિક્ષકને બાળકો ઉપર પોલીસ અગર ન્યાયાધીશનું કામ કરવું પડતું હોય ત્યારે સમજવું કે શિક્ષક અગર બાળક અગર પરિસ્થિતિ સંબંધે કંઈક દોષ છે. ઉત્પન્ન થતી અનિષ્ટ પરિસ્થિતિ દૂર કરવા માટે શિક્ષક ઘણી વાર ભાત ભાતની યુક્તિપ્રયુક્તિઓ વાપરે છે. આથી થોડો વખત ગાડું રસ્તા ઉપર ચાલે છે, પણ વળી ફરી વાર એની એ સ્થિતિ આવી લાગે છે. ખરી રીતે શિક્ષકે પરિસ્થિતિને દાબવા કે ઢાંકવા યા તો બીજું સ્વરૂપ આપવાને બદલે તેનાં કારણોમાં ઊતરવું જોઈએ. જે શિક્ષક આમ નથી કરતો તે પોતાનાં બાળકોને સામાજિક અગર નૈતિક અગર કોઈ પણ પ્રકારની કેળવણી આપી શકતો નથી. સાધારણ ન હોય તેવાં અથવા અપવાદ રૂપ બાળકો એક ગૂઢ મુશ્કેલી છે. તેમની કેળવણીનો પ્રશ્ન વધારે બારીકીથી વિચારવો જોઈએ. શિક્ષકે શાસ્ત્રીય દૃષ્ટિથી તેમનું અવલોકન કરવું ઘટે છે. તટસ્થવૃત્તિથી જોતાં જે કરવું યોગ્ય લાગે તે બાળકને નુકસાનકારક ન નીવડે તો કરવું. બાળકને ગણતાં કે વાંચતાં ન આવડે ત્યારે જેમ શાસ્ત્રીય દૃષ્ટિવાળો શિક્ષક તેનું કારણ શોધે છે, તેમ જ બાળકના ઇતર માનસિક દોષો પરત્વે પણ કારણ શોધવાનું છે. શિક્ષકે જાણવું જોઈએ કે શિક્ષા નિરર્થક છે. સિવાય કે બાળક સ્વેચ્છાથી પોતાની જાત ઉપર સમજણપૂર્વક નિયમન મૂકે. શિક્ષક ધ્યાન રાખે કે ખરાબ, આળસુ, બેદરકાર, ઠગારો, માલ વિનાનો, એવા શબ્દોથી સારું પરિણામ આવવાને બદલે ઊલટું વધારે ખરાબ પરિણામ આવે છે. તેમ જ શિક્ષકે એ પણ ધ્યાનમાં રાખવું કે એમ કરો નહિ, તેમ કરો નહિ, એથી પણ કંઈ વળવાનું નથી. વળી શિક્ષકે બાળકોની ઊણપો સંબંધે ટીકા કે ચર્ચા કરવાની નથી; તે એટલા માટે નહિ કે અયોગ્ય બીવડાવવાપણું છે, પણ એથી ઊલટું તેને સુધારવામાં વધારે મુશ્કેલીઓ પેદા થાય છે. શિક્ષકે ઉપદેશ આપવાનું અને નીતિબોધ આપવાનું ઓછામાં ઓછું કરવાનું છે. એમ કરવાથી બાળકની નૈતિક ભાવના અને સંસ્કારિતા ઊલટી મંદ પડશે, અને બાળક વિના કારણ અસ્વસ્થ અને બેચેન થશે. જે કાર્યપદ્ધતિ વાચન લેખન સુધારવા માટે શિક્ષક શાસ્ત્રીય રીતે ચલાવે છે, તે જ કાર્યપદ્ધતિ નૈતિક સુધારણા માટે તેણે રાખવી જોઈએ.

અવારનવાર શાળામાં તેમ જ ઘરમાં બાળકો સંબંધે જે મુશ્કેલીઓ ઊભી થાય છે, જે અનિષ્ટ વર્તન દેખાતાં માલૂમ પડે છે તેનાં કારણો, પરિસ્થિતિ, શક્ય ઉપાયો વગેરે જો જાણીએ તો શિક્ષણના તેમ જ બાળઉછેરના કામમાં આપણો માર્ગ વધારે સરળ થાય.

આ સાથે બાળકો સંબંધેની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ રૂપ થાય તેવો એક કોઠો આપેલો છે. આને માટે મિસ્ટર ચાર્લેટન વૉશબર્નનો અને ‘ન્યુ ઇરા’ના તંત્રીનો ઉપકાર ઘટે છે.

આ કોઠામાં ચાર પાનાં પાડેલાં છે. તેમાં પ્રથમ મથાળે બાળકના ગણાતા દોષો બતાવેલા છે. તેની સાથેના કુલ ચાર ખાનાંઓ પૈકી પહેલામાં તે શાં કારણોથી આવવાનો સંભવ છે તે બતાવ્યું છે; બીજામાં કેવી પરિસ્થિતિમાં કારણો ઉત્પન્ન થાય છે તે અને ત્રીજામાં તે દૂર કરવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે. છેલ્લા ખાનામાં કેવાં કેવાં કારણોથી વર્તન ઊલટું બગડે છે તે બતાવવામાં આવ્યું છે.

આપણા જોવામાં આવશે કે આજે ઘણુંખરું દોષોનાં કારણો દૂર કરવાને બદલે દોષો વધે કે ગંભીર થાય તેવા જ ઉપાયો આપણે લઈએ છીએ. છેલ્લું ખાનું તેની સાક્ષી પૂરે છે.

સાથેના કોઠામાં બાળકોમાં સામાન્યતઃ દેખાઈ આવતી નવ પ્રકારની અપૂર્ણતાઓનો વિચાર કરવામાં આવ્યો છે :

(૧) વધારે પડતો ઘોંઘાટ.
(૨) સમયનો દુરુપયોગ અથવા ભટકવું.
(૩) વારે વારે મદદની માગણી.
(૪) મંદ પ્રગતિ.
(૫) છેતરવું.
(૬) આડાઈ અને ખિજાળપણું.
(૭) ઘડી ઘડીમાં માઠું લાગી જવાપણું.
(૮) મૂર્ખાઈ.
(૯) દોઢડાહ્યાપણું, વાચાળતા, ચપળ દેખાવું.

(૧) વધારે પડતો ઘોંઘાટ

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
અનુકરણ
અથવા સૂચન
ઘોંઘાટવાળું સ્થાન શાંતિ ટોકરી વગાડવી
કે સોટી પછાડવી.
તાણવાળા અવાજો ધીમો
અવાજ
તાણીને ખીજભર્યો
અવાજ
તાણવાળું વાતાવરણ સ્વાસ્થ્ય
(poise)
ઠપકો, લલચાવવું,
જાહેર ટીકા
સ્નાયુઓનું
થાકી જવું
માફક ન આવે
તેવી બેઠકો
બંધબેસતી
બેઠકો
ઘોંઘાટ થાય છે
એમ કહેવું; ધમકી આપવી;
ચૂપ !
જ્ઞાનતંતુઓનું
થાકી જવું
અપૂરતી હિલચાલ,
અપૂરતો આરામ,
અયોગ્ય ખોરાક
થકવે તેવું કામ
પ્રવૃત્તિ
શરીરનો,
સારો ખોરાક,
કાર્યક્રમમાં
ફેરફાર
એક જ જાતનું
કામ
ખરાબ હવા હવાની ઓછી
આવજા
વધારે તાજી
હવા
આપવી
-
અકોણાઈ–અવળાઈ પોતાની જાતનું
વધારે પડતું
ભાન
બીજાને
મદદ
કરવી
જાહેર ઠપકો
ધ્યાન ખેંચવાની
ઈચ્છા
ખોટું મહત્ત્વ
અપાયું હોય
બીજાનો
ખ્યાલ
કરાવવો
વ્યક્તિગત દૂભવવું;
પક્ષપાત
બતાવવો
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
ગભરામણ બીકણ સ્વભાવ સ્વાસ્થ્ય ઊલટું વઢવું
અસ્વસ્થતા અવ્યવસ્થિત
ઓરડો વા બેઠકો
સુઘડતા નજરે ચડે એવી
રીતે નકામી
વસ્તુઓનો સંગ્રહ

(૨) સમયનો દુરુપયોગ અથવા ભટકવું

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
વિકાસક હેતુની
ખામી
રસ્તો સૂઝતો નથી વિવિધ
પ્રવૃતિઓ
મૂકવી
પ્રવૃત્તિ કરવા
બેસાડવો
આગળ વધવાની
અનિચ્છા
કામથી અતૃપ્તિ સારું કામ
અને સહેજ
પ્રોત્સાહન
ટીકા કરવી
બહું જ સહેલું કામ વધારે
રસદાયક
કામ સોંપવું
તેનું તે ફરી ફરી
કરાવવું
જવાબદારીનો અભાવ બીજાઓએ કાળજી
રાખી હોય
જવાબદારી
મૂકવી
શિક્ષકે પોતે
જવાબદારી લેવી
તુલનાશક્તિની
ખામી
બીજાઓએ નિર્ણયો
કર્યા હોય
તુલના
અને
નિર્ણય
કરાવવો
શિક્ષક નિર્ણય
આપે
સ્વરચિત
યોજનાનો
અભાવ
બીજાઓએ યોજના
કરી આપી હોય
પોતે યોજના
કરીને માર્ગ
શોધવો
શિક્ષક યોજના
કરી આપે
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
ક્રિયાશક્તિની
ખામી
બીજાઓએ નિર્ણય
કર્યો હોય,
ક્રિયાશક્તિ નબળી
હોય
પોતે નિર્ણય
કરવો
શિક્ષક નિર્ણય
આપે
વિરોધી
આકર્ષણો
શાળાનું નહિ
ગમતું કામ
મનપસંદ
કામ પસંદ
કરવું.
પરાણે કરાવવું
નહિ ઈચ્છવા
યોગ્ય મિત્રો
માતાએ
ધ્યાન
આપવું.
ધિક્કાર
અનિષ્ટ ટેવો મા તથા
નોકરોએ
ધ્યાન
આપવું.
ધ્યાન ખેંચવાની
ઈચ્છા
દંભી અને સ્વાર્થી
થવા માટે ટેવાયેલ
બીજાઓનો
ખ્યાલ કરતાં
શીખવવું,
જાહેર ઠપકો
મહત્ત્વ ન
આપવું.
વાંક કાઢવા
જ્ઞાનતંતુઓનો
થાક
અધૂરું પોષણ,
અનિયમિત જીવન,
જ્ઞાનતંતુઓની
અસ્થિરતા
સારો ખોરાક
નિયમિતતા
વારંવાર
આરામ
આપવો.

(૩) વારંવાર મદદની માગણી

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
પરાવલંબન બીજાઓએ નિર્ણય
કર્યો હોય
આત્મ–
નિર્ણય
શિક્ષકે નિર્ણય
કરી આપવો
બિન–
જવાબદારી
બીજાઓએ સંભાળ
રાખી હોય
જવાબદારી શિક્ષક જવાબદારી
ઉપાડે
પોતાનામાં
અવિશ્વાસ
નાસીપાસી સંતોષકારક પ્રવૃત્તિ વધારે નાસીપાસી
ઉપજાવવી
સ્વમાનની
ખામી
જાહેર ટીકા અંગત
પ્રોત્સાહન
જાહેરમાં વધારે
ટીકાઓ કરવી
આળસુપણું અપૂરતું પોષણ સારો
ખોરાક
અથાણાં, ઘેની
પીણાં, સાકરદાળિયા

સાકરલાકડી વગેરે
માનસિક મંદાવસ્થા પ્રવૃત્તિ ગોંધી રાખવું.
આળસું કહી
ખીજવવો
અપૂરતો વ્યાયામ
અપૂરતો આરામ
આહારનિદ્રાની
અનિયમિતતા
યોગ્ય
વ્યાયામ
આરામ
નિયમિતતા
ક્રિયાશક્તિનો અભાવ

બીજાઓએ કરી
આપ્યું હોય
નિર્બળ ક્રિયાશક્તિ
જાતે કામ
કરવા દેવું
શિક્ષક કરી
આપે


(૪) મંદ પ્રગતિ

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
નાસીપાસ
થશું એમ
માનવું
મળેલી નિષ્ફળતા સંતોષકારક
કામ
વધારે નાસીપાસી
ધીમો કહી
ટોકવો
આત્મવિશ્વાસની
ખામી
ટીકાઓ પ્રોત્સાહન બીજા સાથે
સરખાવવું
અધૂરી
તૈયારી
ઊંચે નંબરે ચડાવી
દીધો હોય
યોગ્ય
નંબરે
બેસાડવો
લેસન આપવાં
કામમાં મંદોત્સાહ શિક્ષકપ્રેરિત સ્વયંપ્રેરિત શિક્ષકની પ્રેરણા
ક્રિયાશક્તિનો
અભાવ
જવાબદારી બીજા–
ઓની હોય,
જવાબદારી
સોંપવી
કરાવી લેવું
ક્રિયાશક્તિની
નબળાઈ
આત્મ–
નિર્ણય
શિક્ષક નિર્ણય
આપે
મહત્ત્વાકાંક્ષાનો
અભાવ
કામમાં કે કામ
કરવામાં અસંતોષ
સારું કામ
અને
પ્રોત્સાહન
ઉત્સાહમાં ભંગ
કરવો
સોગિયાપણું અહંતાપ્રધાન બીજાઓની
પરવા કરતાં
શીખવવું
ઉપદેશ આપવો
બેધ્યાન નીરસ કામ કામનો
ફેરફાર
બેધ્યાન છે એવાં
ટોણાં મારવાં
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
નાદુરસ્ત
તબિયત
અયોગ્ય ખોરાક સારો
ખોરાક
અથાણાં, ઘેની પીણાં,
સાકરલાકડી,
સાકરદાળિયા વગેરે
અપૂરતો વ્યાયામ વ્યાયામ
અપૂરતો આરામ આરામ ગોંધી રાખવો
અનિયમિતતા નિયમિતતા વધારે પડતાં નાટક,
સિનેમા જોવાં
વિસ્મૃતિ નીરસ કામ વિષયને રજૂ
કરવાની
વિવિધતા
ભૂલકણો કહેવો
વિસ્મૃતિ નીરસ કામ વિષયને રજૂ
કરવાની
વિવિધતા
ભૂલકણો કહેવો
વિચારસાહચર્યની
મંદતા
પ્રત્યક્ષ
અનુભવ
બાલિશતા ઉપલા ધોરણમાં
ચડાવવો
નીચલા
વર્ગમાં
ઉતારવો
ઉપલા વર્ગમાં
ચડાવવો
અવિકસિત માનસ

(૫) છેતરવું

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
પરિણામનો
ભય
બીજાઓની મશ્કરી
બીજાઓને ટીકા
અયોગ્ય દંડ
સંતોષકારક
પ્રોત્સાહન
સ્વાભાવિક
દંડ
લુચ્ચો કહેવો
જાહેરમાં નાલેશી
કરવી
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
પરિણામનો
ભય(ચાલુ)
નાપાસ થવું પ્રગતિનો
યોગ્ય આંક
મૂકવો
વધારે નાપાસ
કરવો
જાત વિશે
અવિશ્વાસ
કામ સ્પષ્ટ રીતે
દર્શાવાયું ન હોય
પ્રશ્નો પૂછવા
માટે
પ્રોત્સાહન
ટીકા; વ્યંગોક્તિ
વધારે ઊંચે નંબરે
મૂક્યો હોય
યોગ્ય
સ્થાને
મૂકવો
ચડાવવો
જેમ તેમ
પતાવવાની
ટેવ
કારણ કે તેવું
ચાલી ગયું હોય
વ્યક્તિગત
કામ
સોંપવું
આવા કામનાં
વખાણ થતાં હોય
કોપી કરવાની
ટેવ
અનુકરણ અને
કોપી કરવી
રચનાત્મક
કામની
યોજના
કોપી કરીને
ભણાવાનું ચાલું
રાખવું
જવાબ લાવવા
માટે જ કામ
કરવાની ટેવ
હકીકતો જાણી લેવી
એ જ કેળવણી
એવી માન્યતા
વિકાસક
ઉદ્દેશ
ધરવો
માત્ર જવાબ તરફ
જોઈને જ ખરા
આપવા
સ્વમાનની
ખામી
કામ મોળું હોય પ્રોત્સાહન ઉતારી પાડનારી
ટીકા
મોટું કામ
કરવાનો શોખ
સોંપેલું કામ ખૂબ
સહેલું હોય
પ્રોત્સાહન
અઘરું અને
વધારે રસ
ઉપજાવે તેવું
કામ સોંપવું
છેતરપિંડી
અશક્ય થાય તેવી
મુશ્કેલી ઊભી
કરવી

(૬) આડાઈ અને ખિજાળપણું

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
ઈર્ષ્યા અયોગ્ય નિર્ણયો
ઘરની મંડળીને
રસ પ્રેમ ન હોય

બાળક
તરફ મમતા
બતાવવી
નિંદા
ભાઈ, બહેન કે શાળાના
સાથીઓ તરફ પક્ષ–
પાત રખાતો હોય
બીજાંના વખાણ
જરા જરામાં
ઉશ્કેરાઈ જવું
જાહેર ટીકા
વાંક કાઢવો
સહાનુભૂતિ
પ્રોત્સાહન
જાહેર નિંદા
તિરસ્કાર સાથે
અનાદર
વચ્ચે આવ્યા
કરવું
વચ્ચે ન
આવવું
સલાહ અને
માર્ગદર્શન
ઉપરીપણું ચલાવવું સ્વાતંત્ર્ય
દુખિયાપણું વિસંવાદી ઘર
બહારની મુશ્કેલીઓ
મૈત્રીનો અભાવ
કાળજી
મમતા
વ્યંગોક્તિ
કડકાઈ
નાડું પકડી
રાખવું
અતિ બળવાન
ક્રિયાશક્તિ અતિ
નિર્બળ ક્રિયાશક્તિ
સ્વાનુભવ ઉપરીપણું ચલાવવું
સ્વાર્થીપણું પોતાપૂરતું સંભાળવાનું
શીખવ્યું હોય
ધાર્યું કરવા ટેવાયેલ
બીજાઓનો
વિચાર
ખુશામત કરવી
એકાગ્રતા મજબૂત ક્રિયાશક્તિ એકાએક
વચ્ચે ન
પડવું વિનય
ટકટકાટ
શંકાશીલપણું અયોગ્ય ટીકાઓ તટસ્થ
વર્તાવ
અવિચારી
નિર્ણય

(૭) ઘડી ઘડીમાં માઠું લાગી જવાપણું

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
ટીકા કરે છે
એમ સમજી
લેવાની ટેવ
ટીકાઓ
અયોગ્ય શંકા
પ્રોત્સાહન
વાજબીપણું
નિંદા
અવિચારી
નિર્ણય
તિરસ્કાર કરે
એમ કલ્પી
લેવાની ટેવ
અહંભાવી બીજાનો
ખ્યાલ રાખવો
નિખાલસ
વાતચીતગંભીર થઈ જવું
સોગિયાપણું અતિપ્રામાણિકપણું વિનોદ
સમજતાં
શીખવવું
જ્ઞાનતંતુઓની
નિર્બળતા
(nervousness)
અયોગ્ય ખોરાક
અનિયમિતતા
અપૂરતી ઊંઘ
આનુવંશિક જ્ઞાનતંતુ–;
ઓની નબળાઈ
સારો
ખોરાક
નિયમિતતા
ઊંઘ
શિક્ષા

(૮) મૂર્ખાઈ

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
આત્મભાન શારીરિક ફેરફાર
અતિશ્રમ
માએ કાળજી
રાખવી
કામમાંથી મુક્તિ
તણાઈને કરવું
પડે તેટલું કામ
પરસ્પર
વિરોધી હિત
નંબર ૨
જુઓ
જવાબદારીની
ખામી
નંબર ૨
જુઓ
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
મહત્ત્વાકાંક્ષાનો
અભાવ
નંબર ૨
જુઓ
-
ક્રિયાશક્તિનો
અભાવ
નંબર ૨
જુઓ
બાલિશતા અપરિપક્વ મન નીચેના
વર્ગમાં
ઉતારવો
ઉપરના વર્ગમાં
મૂકવો


(૯) દોઢડાહ્યાપણું, વાચાળતા, ચપળ દેખાવું

સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
મિથ્યાભિમાન ખોટી પ્રતિષ્ઠા
મળી હોય
બીજાઓની
દરકાર કરતાં
શીખવવું
પ્રતિષ્ઠા
ખસેડવી
દૂભવવું
સામેથી વિરોધ
કરવો

ક્રોધ

કેમ વર્તવું તેનું
અજ્ઞાન
જંગલીપણામાં
ઊછરેલ
સાશ્ચર્ય મૌન
અતિશય
નમ્રતા
વિવેકપૂર્ણ
અવગણના
અવિવેક
મોટા ગણાવાની
આકાંક્ષા
ઉદ્ધતાઈ વખાણાવામાં
આવી હોય
મોટાઈના
સ્થાનેથી
ઉતારી પાડવો
જાહેર ટીકા
સંભવિત કારણો કારણભૂત પરિસ્થિતિ ઉપચારો અવળા ઉપચારો
કંઈક છુપાવવાની
ઈચ્છા
કોઈ કારણોસર
શરમાતો હોય
તે બાબતમાં
હિંમત
આપવી
ધ્યાન ખેંચવાની
આવૃત્તિ
ઘેર વાજબી
સંભાળ લેવાળ
ન હોય
રસિક
પ્રવૃત્તિ
ત્રાસ આપવો
ઈર્ષ્યા ઘેર દરકાર ન લેવાઈ
હોય સ્વાર્થવૃત્તિ
મૈત્રી
બીજાઓનો
ખ્યાલ
બીજાનાં વખાણ
સમતોલતાનો
અભાવ
ખોટો આદર્શ શાંતિથી
વિચારણા
મોકૂફ
રાખવું
આત્મનિયમન
ક્રોધ
ચીડવવું ચિડાવું
નહિ
ક્રોધ