મારે તે ગામડે એક વાર આવજો
Appearance
મારે તે ગામડે એક વાર આવજો અજ્ઞાત |
મારે તે ગામડે એક વાર આવજો
મારે તે ગામડે એક વાર આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એક વાર આવજો
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એક વાર આવજો
મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના
અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી ક્યારે વગાડશો
હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે તે ગામડે એક વાર આવજો
વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઈ
આવ્યા પ્રસંગ રંગભીના હો
મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો
મારે તે ગામડે એક વાર આવજો