મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : જગાની તંગી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ પહેલો : દરદીઓ મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : દરદીઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : વાંચન →


જગાની તંગી.

હું આગળ કહી ગયો છું કે જે કોટડીમાં અમને પૂરવામાં આવ્યા હતા, તે કોટડીમાં માત્ર એકાવન કેદી રહી શકે તેટલો મારગ હતો. ફળિયું પણ તેટલો મારગ હતો. ફળિયું પણ તેટલા જ કેદીને સારૂં હતું. છેવટે જ્યારે એકાવનને બદલે એકસો એકાવન કરતા વધારે કેદી થયા ત્યારે બહુ મુશ્કેલી આવી પડી. ગવર્નરે તંબુ બહાર નંખાવ્યા. ઘણાંને ત્યાં લ‌ઇ જવામાં આવતા હતા. છેવટના દિવસમાં એકસો કેદી બહાર સૂવા જતા. પણ તેઓને સવારના પાછા લાવતા એટલે ફળિયું તો એકદમ સાંકડું પડ્યું. તેટલી જગ્યામાં બહુ મુશ્કેલીથી કેદીઓ રહી શકતા હતા. તેમાં વળી જ્યારે આપણી કુટેવ પ્રમાણે આપણે જ્યાં ત્યાં થુકીએ ત્યારે જગ્યા બહુ ગંદી થવાનો અને પછી મંદવાડ લાગૂ પડવાનો સંભવ હતો. સારા નસીબે લોકોને સમજાવતાં તેઓ માનતા, અને ફળિયું સાફ રાખવામાં મદદ કરતા. ઘણીજ કાળજી ફળિયું તથા જાજરૂ તપાસવામાં રખાતી હતી, તેથીજ લોકો માંદગીમાંથી બચી શકેલા. આટલા કેદીઓને એવી સાંકડમાં રાખ્યાં તેમાં સરકાર ગુન્હેગાર છે એમ સૌ કોઇ કબૂલ કરશે. જો જગોની તંગી હતી તો સરકારને લાજમ હતું કે એટલા કેદીને નહિ મોકલવા જોઇતા હતા. જો લડત લાંબી ચાલી હત તો સરકાર કદિ વધારે કેદીનો સમાવેશ નહિ કરી શકત.