મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કોર્ટમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ બીજો : જેલમાં એક દુઃખદ અનુભવ મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : કોર્ટમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : બીજા સત્યાગ્રહીઓ →


કોર્ટમાં.

જોહાન્સબર્ગમાં રહ્યો તે દરમ્યાન મારે કોર્ટમાં ત્રણ ચાર વખત જવું પડ્યું હતું. ત્યાં મિ. પોલાકને તથા મારા દિકરાને મળવાની રજા મળી હતી, બીજા પણ કોઇ વેળા મળી જતા. કોર્ટમાં મને ઘરનો ખોરાક મંગાવવાની પણ છુટ મળેલી, તેથી રોટી પનીર વિગેરે વસ્તુ મારે સારૂ મિ. કેલનબેક લાવતા હતા.