મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં વાંચન

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : જેલમાં કોણ જઇ શકે? મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : જેલમાં વાંચન
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જેલ ન જવું કે જવું? →


જેલમાં વાંચન.

જો કે દિવસ આખો કામ હોય તો પણ સવાર સાંજ તથા રવિવારે કંઇક વાંચવાનો વખત મળી શકે છે અને જેલમાં બીજી ઉપાધિ ન હોવાથી શાંત મને વાંચી શકાય છે. વખત બહુ ઓછો રહેતો છતાં મહાન રસ્કિનનાં બે પુસ્તકો, મહાન થોરોના નિબંધો, બાઇબલનો કંઇક ભાગ, ગેરીબોલ્ડીનું જીવન (ગુજરાતીમાં) લોર્ડ બેકનના નિબંધ (ગુજરાતીમાં), હિંદુસ્તાનને લગતી બીજી બે ચોપડીઓ એમ વાંચ્યા. રસ્કિન તથા થોરોના લખાણોમાંથી સત્યાગ્રહ શોધી કઢાય છે. ગુજરાતી પુસ્તકો બધાને વાચવા સારૂ મિ. દિવાને મોકલેલા. આ સિવાય ભગવદ્ગીતા લગભગ હંમેશાં વાંચવામાં આવતી. આ વાંચવાનું પરિણામ એ આવ્યું કે સત્યાગ્રહને વિષે મારૂ મન તો વધારે દઢ થયું ને આજે હું કહી શકું છું કે જેલથી જરાએ કંટાળો ઉપજે એવું કંઇજ નથી.