મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અનુભવ પહેલો : અંત મારો જેલનો અનુભવ
અનુભવ બીજો : પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : કેદ →


મને ઇ.સ. ૧૯૦૮ના જાનેવરીમાં જેલનો અનુભવ થયો તેના કરતાં આ વખતનો અનુભવ વધારે સરસ થયેલો સમજું છું. તેમાંથી મને તો ઘણું જ શીખવાનું મળ્યું છે, અને હું માનું છું કે બીજા હિંદીઓને તે લાભ કર્ત્તા થઇ પડશે.

સત્યાગ્રહની લડત ઘણી રીતે લડી શકાય છે, પણ રાજ્ય પ્રકરણી દુઃખોને ટાળવાનો મોટો ઉપાય જેલ વાટે જોવામાં આવે છે. આપણે વખતો વખત જેલ જવું પડશે એમ હું માનું છું. અને તે કાંઇ હાલની લડતને જ વાસ્તે નહિ, પણ બીજી જે ઈજાઓ પડશે તેને સારૂ પણ તેજ ઈલાજ છે. તેથી જેલને વિષે જેટલું જાણવા જેવું હોય તે જાણી લેવું એ હિંદીની ફરજ છે.

(પૂર્ણ)