મુને કેર કાંટો વાગ્યો.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હાં કે રાજ !

વાવડીના પાણી ભરવા ગ્યાં’તા

મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ ! વડોદરાના વૈદડા તેડાવો, મારા કાંટડિયા કઢાવો,

મુને પાટડિયા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ ! ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહિ પાથરણાં પથરાવો,

આડા પડદલા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,

મારા ધબકે ખંભા દુ:ખે; મુને કેર કાંટો વગ્યો.

આંગણિયેથી ગાવલડીને કાઢો,

એના વલોણાંને સોતી;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

સસરાજીને ચોવટ કરવા મેલો,

મુને ઘૂંઘટડા કઢાવો;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ ! નણંદડીને સાસરિયે વળાવો,

એના છોરૂડાં ને સોતી, મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

ફળિયામાંથી પડોશણને કાઢો,

એના રેંટિયાને સોતી,

મુને કેર કાંટો વાગ્યો.