મેહુલો ગાજે ને માધવ નાચે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મેહુલો ગાજે ને માધવ નાચે
નરસિંહ મહેતા


મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝુમ વાગે પાયે ઘુઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી, કૃષ્ણ વજાડે વેણ વાંસલડી રે. મેહુલો.
પહેરણ ચરણાં ને ચીર ચુંદડી, ઓઢણ આછી લોમરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે. મેહુલો
ધન્ય વંસીવટ, ધન જમુનાતટ, ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈંયાની જીભલડીને, જેણે ગાયો રાગ મહ્‌લાર રે..મેહુલો.