મોત્સાર્ટ અને બીથોવન/બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર
Appearance
← બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય | મોત્સાર્ટ અને બીથોવન બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર અમિતાભ મડિયા |
પ્રકરણ – ૧૩
બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર
બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર
- બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક જેમ જેમ તૂટતો ગયો તેમ તેમ બીથોવનનું આંતરદર્શન વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. આંતિરક સંપત્તિ અંગે એનો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ મિત્રો અને શ્રીમંતો પાસેથી વધુ ને વધુ એવી આશા રાખતો ગયો કે એની કૃતિઓ માટે પૈસા ચૂકવવાને બદલે એ લોકો એના દુન્યવી લાલનપાલન-ભરણપોષણની અને સગવડોની કાયમી જવાબદારી પોતાને માથે લઈ લે જેથી નાણાં કમાવાની બાબતે નચિંત થઈ એ સંગીતસર્જન કરતો રહે; અને એ આશા પૂરેપૂરી ફળીભૂત થઈ ! સંગીતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું કે ધનાઢ્ય મિત્રો અને શ્રીમંત આશ્રયદાતા એક સર્જકને પૂરી આઝાદી બક્ષવામાં સફળ થયા હોય. આવી જ નાજુક ક્ષણ અગાઉ જ્યારે મોત્સાર્ટની જિંદગીમાં આવેલી ત્યારે શ્રીમંતોએ મોં ફેરવી લેતાં મોત્સાર્ટનો યુવાવયે જ ખાત્મો થઈ ગયો !
– રિચાર્ડ વાગ્નર
‘બીથોવન’માંથી, 1870
✤
✤ ✤