મોસાળા આવિયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ
નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર
કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર
દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારલો વીર

મોસાળાં આવિયાં

કસરે બાંધી ને વેણ ચોસરી રે, હૈયૈ હરખ ન માય
મોસાળાં આવિયાં

ઝબક્યાં તે વેલના કાંગરાં રે, ઝબક્યા ધોરીડાંના શીંગ
મોસાળાં આવિયાં

ઝબકી વીરાની પાઘડી રે, ઝબક્યાં ભાભીના ચીર
મોસાળાં આવિયાં

ઝબક્યો મોતીજડ્યો મોડિયો રે, ઝળહળી મોસાળાંની છાબ
મોસાળાં આવિયાં

ઘડ રે લુહાર, ઘડ દીવડો, હું તો મેલીશ માંડવા હેઠ
મોસાળાં આવિયાં

ઢાળો રે માંડવડે ઢોલિયા રે, હું તો બેસીશ વીરાજીની જોડ
મોસાળાં આવિયાં

વીરો મોસાળાં લાવિયો રે, વીરો વરસ્યો છે માંડવા હેઠ
મોસાળાં આવિયાં

ભાભીએ મોસાળાની છાબ ભરી, બેની વધાવો તમે છાબ
મોસાળાં આવિયાં

મોસાળું