રે મૂવા છેતરીને લાવ્યો

વિકિસ્રોતમાંથી
રે મૂવા છેતરીને લાવ્યો
લોકગીત



રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો'તો મારે મોટા મોટા બંગલા
ઘેર આવીને જોયું ત્યારે ઝૂંપડી મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો'તો મારે મોટર ને ગાડીયું
ઘેર આવીને જોયું ત્યારે સાઈકલ મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો'તો મારે ભગરી ભેહું દૂઝે
ઘેર આવીને જોયું ત્યારે બકરી મળે નહિ
તારો ઓટલો કૂટું રે
તારા ડેબા ભાંગુ રે
તારો લાડવો વાળું રે
તારું ચુરમું ચોળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલ્યા તું તો કેતો'તો મારે ખેતર ને વાડિયું
ઘેર આવીને જોયું ત્યારે શેઢો મળે નહિ

તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

એલા તું તો કેતો'તો ખાવા મેવા મીઠાયું
ઘેર આવીને જોયું તો કુશકી મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો'તો દૈશ કાંબી ને કડલાં
ઘેર આવીને જોયું તો વીંટી મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો'તો મારે હીરના ચીર છે
ઘેર આવીને જોયું તો પોતડી મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો

અલ્યા તું તો કેતો'તો મારે વાસણના ઢગલા
ઘેર આવીને જોયું તો તાવડી મળે નહિ
તારા ટાંટીયા તોડું રે
તારા ડેબા ભાંગુ રે
તારો ઓટલો કૂટું રે
તારો લાડવો વાળું રે

રે મૂવા છેતરીને લાવ્યો