લોકમાન્ય લિંકન
લોકમાન્ય લિંકન ૧૯૫૯ [[સર્જક:|]] |
લિંકનનો જન્મ પ્રારંભિક વસાહતીઓના એક કુટુંબમાં થયો હતો.
૧૮૦૯ના ફેબ્રુઆરીની ૧૨મીએ કેન્ટકી રાજ્યની એક કાષ્ટ- કુટિરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો ત્યારે અમેરિકા બાલ્યાવસ્થામાં હતું અને વિસ્તરતું જતું હતું. જમીન અને તક શોધતા પ્રારંભિક વસાહતીઓ વસવાટ કરતાં અને રાષ્ટ્રનું ચણતર કરતાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા હતા. આમાંના એક પ્રારંભિક વસાહતી ટૉમસ લિંકન હતા. તેમણે પોતાના વધતા જતા કુટુંબને કેન્ટકીની ટેકરીઓમાંથી પહેલાં ઈન્ડિયાના અને ત્યાંથી ઇલિનૉય ખસેડી નવી સરહદ સાથે કદમ મિલાવ્યા હતા. પ્રદેશ જંગલી અને વેરાન હતો. જંગલી પ્રાણીઓ પાર વિનાનાં હતાં અને વણખેડ્યાં જંગલોમાંથી મહેનત કરીને ખેતરો બનાવવાનાં હતાં.
લિંકનની માતા માટે પણ એ બહુ મહેનતનું કામ હતું. માતાનું અગાઉનું નામ નૅન્સી હેન્ક્સ હતું. તે એક સ્નેહાળ, ધાર્મિક સ્ત્રી હતી,
તેનો બાંધો મજબૂત ન હતો. પુત્રને ૯ વર્ષનો મૂકી તે મરણ પામી.
કિશોર લિંકન ખેતરની જિન્દગીમાં મોટા થયા. તેઓ ઘણો સમય જંગલ સાફ કરવામાં, જમીન ખેડવામાં, અનાજ વાવવામાં, અને વાડ માટે લાકડાં ફાડવામાં ગાળતા. તેમનાં અંગો ખૂણિયાવાળાં બન્યાં પણ કાંડાંબાવડાં મજબૂત બન્યાં.
તેમનું રીતસરનું નિશાળનું ભણતર બહુ ઓછું થયું — બધું થઈને એકાદ વરસ જેટલું પણ માંડ થયું હશે. પણ તેઓ જ્ઞાનના ભૂખ્યા હતા એટલે દિવસની મહેનત પછી રાતે તેઓ વાંચતા અને શીખતા. તેઓ એક પાટિયા પર દાખલા ગણતા ને પછી ભૂંસી નાખતા અને એ રીત ગણિત શીખ્યા. તેઓ પાડોશીઓ પાસેથી પુસ્તકો માગી લાવતા. પાછળથી એક મિત્રને એમણે કહેલું : “૫૦ માઇલના ગાળામાં જે જે ચોપડીઓ હોવાની મને ખબર પડી તે બધી મેં
બાળપણમાં તેઓ સરહદ પાસે મોટા થયા.
વાંચી નાખી હતી.” તેમની અપર માએ અને તેમના પિતાએ તેમની જ્ઞાનપિપાસાને ઉત્તેજન આપ્યું.
૧૯ વર્ષની વયે આ યુવાન સરહદી માણસના વિચારો બહારની દુનિયા તરફ વળ્યા. એક હોડીમાં બેસીને અબ્રાહમ લિંકન મિસિસિપી નદીમાં ૧૮૦૦ માઈલનો પ્રવાસ કરી ન્યૂ ઑર્લીઅન્સ પહોંચ્યા. ઈલિનૉય પાછા ફરી તેમણે ખેતર છોડ્યું અને ન્યુ સાલેમ તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ નાનાંનાનાં કામ કરીને, મોજણી કરીને, દુકાને બેસીને તેમણે ગુજરાન ચલાવ્યું અને તે બધો વખત કાયદાનો અભ્યાસ કર્યો. એક દુકાનના ભાગીદારે દેવાળું કાઢ્યું ત્યારે લિંકને પોતે એનું મોટું દેવું માથે લઈ લીધું અને ૧૫ વર્ષ પછી ભરપાઈ કર્યું.
લિંકન હંમેશાં લોકોમાં પ્રિય હતા એટલે તેમને વિરોધી ઈન્ડિયનો સામે લડવા માટે ઊભી કરેલી સ્થાનિક લોકસેનાના નાયક બનાવવામાં
દુનિયામાં પોતાની મેળે જ પોતાનો રસ્તો કરતાં એ શીખ્યા.
તેઓ એક નેતા તરીકે બહાર આવ્યા અને રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા.
આવ્યા. તેઓ સરસ રીતે વાર્તા કહી શકતા અને જાહેર ચર્ચામાં ઝળકી ઊઠતા. તેમના મિત્રોએ તેમને જાહેર પદ માટે ચૂંટણીમાં ઊભા રહેવા પ્રેર્યા.
૨૩ વર્ષની વયે લિંકન રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા અને હાર્યા. તે પછીની ૧૮૭૪ની ચૂંટણીમાં પણ એ ઉભા રહ્યા અને જીત્યા. રાજ્યના પાટનગરમાં રહેવા ગયા ત્યારે એમની સ્થિતિ એટલી ગરીબ હતી કે કોઈના માગી લીધેલા ઘોડા પર બેસી બે છાલકાંમાં પોતાનો સામાન નાખી એમને ત્યાં જવું પડ્યું અને એક મિત્રને ઘેર જમવું પડ્યું. એમની સ્થિતિ સુધરી ત્યારે તેમણે મેરી ટૉડ સાથે લગ્ન કર્યું. એમને ચાર પુત્રો થયા તેમાંથી એક જ પુખ્ત વયનો થવા જીવ્યો.
ધારાઘડાતરના ક્ષેત્રમાં તેમની શક્તિ અને તેમનું ડહાપણ વૃદ્ધિ
પામ્યાં અને લખાતા અને બોલાતા શબ્દના તે સ્વામી બન્યા. ધારાગૃહમાંના તેમના પક્ષના નેતા તરીકે તેમની વરણી થઈ. એ પક્ષ લઘુમતીમાં હતો. એમના અનુભવે લોકશાહીના પાયા તરીકે જનતાના સામુદાયિક ડહાપણમાં તેમની શ્રદ્ધા દૃઢ કરી.
ચાર વાર ધારાસભામાં ચૂંટાયા પછી લિંકને પોતાની વધતી જતી વકીલાત સંભાળવા માટે ધારાસભા છોડી. તેમણે જબરી યાદશકિત, એકાગ્રતાની શક્તિ અને કોઈ પણ પ્રશ્નના હાર્દ સુધી પહોંચવાની શક્તિ દર્શાવી અને શાણપણ, અનુકંપા તથા પ્રામાણિકતા માટે નામના મેળવી.
તેમણે તત્કાલીન બનાવોમાં જીવંત રસ જાળવી રાખ્યો અને વક્તા તરીકે એમની માગણી એકધારી ચાલુ રહી. વિચારની સ્પષ્ટતા,
ગ્રામપ્રદેશમાં કામ કરતા વકીલ તરીકે તેમને વિચાર કરવાનો સમય મળી રહેતો.
ગુલામીની પદ્ધતિમાં માણસોને મિલકત ગણવામાં આવતા.
અણીદાર શબ્દપ્રયોગો અને અંતરિયાળ પ્રદેશનાં ટૂંકાં ધારદાર વાક્યોને લીધે તેમને અનુયાયીઓની વિશાળ સંખ્યા પ્રાપ્ત થઈ. એ દિવસોમાં વકીલો અને ન્યાયાધીશો કેસ ચલાવવા માટે ઘોડે બેસીને શહેરેશહેર જતા, આ રીતે જતી વખતે લિંકનને ઔચિત્ય અને ન્યાય વિષે વિચાર કરવાનો અને દૂરગામી પરિણામો લાવનારી રાજકીય ફિલસૂફી ઘડવાનો વખત મળતો.
એમણે વિચારેલી એક વસ્તુ ગુલામી હતી. એક સદી પહેલાનું અમેરિકા અડધું ગુલામો રાખનારું અને અડધું સ્વતંત્ર હતું. મૂળ ગુલામો વેચનારા યુરોપીય વેપારીઓએ આફ્રિકામાંથી આણેલા બહુસંખ્ય હબસીઓ દક્ષિણના કૃષિઅર્થતંત્ર માટે સરતી મજૂરીનું સાધન બની રહ્યા હતા.
લિંકનને વૉશિગ્ટનનો પહેલો અનુભવ સંસદના સભ્ય તરીકે થયો.
પણ ગુલામીએ એક મુશ્કેલ પ્રશ્ન ઊભો કર્યો. ગુલામી સ્વાતંત્ર્યના જાહેરનામાની અને બંધારણની ભાવનાથી વિરુદ્ધ હતી. તેમ છતાં દક્ષિણના ખેડૂતો પોતાના ગુલામોને ન્યાયપૂર્વક મેળવેલી મિલકત સમજતા. લિંકને લાંબા સમય સુધી ઊંડો વિચાર કર્યો અને પછી પોતાનું વલણ નક્કી કરી લીધું : “જો ગુલામી ખોટી ન હોય તો પછી કશુંયે ખોટું નથી.” વિસ્તૃત બનતા જતા અમેરિકાના નવા પ્રદેશોમાં ગુલામીને પ્રસરતી અટકાવવાની ચળવળમાં તે જોડાયા.
નવા પશ્ચિમ વિસ્તારોમાં ગુલામી દાખલ કરવાની દિશામાં સંજોગો
રાજકીય તખ્તા ઉપર તેઓ પોતાના વિચારોને કસોટીએ ચડાવે છે. તેમનું સૂત્ર છેઃ “સમાન અધિકારો અને મુક્ત પ્રદેશ.”
ગતિ કરી રહ્યા છે એમ લાગ્યું ત્યારે લિંકને રાજકારણમાં પુનઃ પ્રવેશ કરવા પ્રેરાયા. તેઓ અમેરિકાની સંસદની ચૂંટણીમાં ઉભા રહ્યા અને ચૂંટાયા. સંસદના સભ્ય તરીકે તેમણે કોલમ્બિયા જિલ્લામાંથી ગુલામી નાબૂદ કરવાની માગણી કરતો ખરડો રજૂ કર્યો. આ ખરડો ઊડી ગયો પણ વર્ષો પછી એવો જ બીજે ખરડો કાયદાનું રૂપ પામ્યો.
સંસદમાં એક મુદત પૂરી કર્યા પછી લિંકને ખાનગી વકીલાતમાં પાછા ફરવાનું પસંદ કર્યું. પછીથી તેમણે એક નવી રાજકીય સંસ્થા, રિપબ્લિકન પક્ષ, સ્થાપવામાં મદદ કરી. ૧૮૫૮માં એમના પક્ષે એમને ઇલિનોયમાંથી સેનેટની ચુંટણી માટે ઊભા કર્યા. બીજા મુખ્ય
જ્યાં ચર્ચા ગોઠવાતી ત્યાં આખા રાજ્યમાંથી અને આસપાસના પ્રદેશમાંથી લોકો ટોળે વળતા.
રાજકીય પક્ષ ડેમોક્રૅટિક પક્ષે ટીફન એ. ડગલાસને ઊભા કર્યા. આ બે માણસો વચ્ચે આખા ઈલિનૉયમાં યોજાયેલી સાત ચર્ચાઓએ ગુલામીના ઝઝૂમી રહેલા પ્રશ્નને લોકોના મનમાં સ્પષ્ટતાથી કોતરી દીધો.
ડગલાસની દલીલ એવી હતી કે નવા પ્રદેશના લોકોએ ગુલામ રાખવા કે નહિ તે નક્કી કરવાનો તેમને અધિકાર હોવો જોઈએ. લિંકને કહ્યું કે કોઈ પણ માણસને બીજાના માલિક થવાનો અધિકાર નથી, ગુલામી ખરાબ છે અને તેનો વિસ્તાર કરવાને બદલે ધીમે ધીમે તેનો અંત લાવવો જોઈએ. દક્ષિણના ગુલામમાલિકો પ્રત્યે તેમને સહાનુભૂતિ હતી પણ તેમણે કહ્યું કે ગુલામોના માલિકોને તેમના નુકસાનનો બદલો મળે એવી કોઈ રીત શોધી કાઢવી જોઈએ.
આ ચર્ચાઓએ રાષ્ટ્રના આત્માને જાગ્રત કર્યો અને અબ્રાહમ લિંકનને મોખરે આણ્યા. ઝુંબેશ પૂરી થયા પછી મતદાન થયું અને થોડાક મતથી ડગલાસની છત થઈ. પણ લિંકનને થોડા જ વખતમાં
એથી ઘણું મોટું માન મળવાનું હતું અને તે યુનાઈટેડ સ્ટેઈટ્સના સોળમા પ્રમુખ બનવાનું.
૧૮૬૧ના માર્ચની ૪થીએ અબ્રાહમ લિંકન રાષ્ટ્રના ૧૬મા પ્રમુખ તરીકેનું મંગળ પ્રવચન કરવા માટે અડધા બંધાયેલા કૅપિટૉલમાં ઘોડે બેસીને ગયા. આગળ પડેલા જોખમી સમયમાંથી યુનાઈટેડ સ્ટેઇટ્સને દોરી જવા માટે તેમના જૂના પ્રતિસ્પર્ધી ડગલાસની સામે તેઓ ચૂંટાઈ આવ્યા હતા.
દેશમાં ગુલામીના પ્રશ્ન ઉપર કડવાશ ઘણી વધી ગઈ હતી. અંતિમવાદીઓ શોરબકોર કરતા હતા; લાગણીએ વિવેકબુદ્ધિને ઢાંકી દીધી હતી. ઉત્તર અને દક્ષિણ વચ્ચે લાંબા સમયથી ઝઝુમી રહેલો ભાગલાનો ભય હવે હાથવેંતમાં હતો. સાત દક્ષિણી રાજ્યોએ સંઘમાંથી છૂટાં પડી “ન્ફડરેટ સ્ટેઇટ્સ ઑફ અમેરિકા”ની રચના કરી. બીજાં
રાષ્ટ્રના પ્રમુખ તરીકે ચૂંટાયેલા લિંકનને વણજોઈતા યુદ્ધની કરુણ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાની ફરજ પડી.
યુદ્ધ બહુ કટુતાથી ભરેલું હતું પણ તેમણે સતત નૈતિક નેતૃત્વ પુરું પાડ્યું.
ચાર રાજ્યો તરત એમાં જોડાયાં. લિંકને તેમને ફરી વિચાર કરવાની વિનતિ કરી. લિંકને કહ્યું : “આંતરવિગ્રહનો મહત્વનો પ્રશ્ન હવે મારા નહિ પણ તમારા હાથમાં છે. ”
પણ યુદ્ધ તો આવ્યું. માનવજાત પ્રત્યે આટલો બધો પ્રેમ ધરાવનાર લિંકનને માથે ચાર વર્ષના ભયાનક યુદ્ધની વેદનામાંથી દેશને દોરવાની જવાબદારી આવી.
શરૂઆતમાં ઉત્તર પાસે વધુ સાધનસામગ્રી હોવા છતાં કલ્પનાશીલ લશ્કરી નેતાગીરીની ખામી હતી એટલે તેને પરાજયો ખમવા પડ્યા. ઉત્તરનાં સભ્યોએ પશ્ચિમ કૉન્ફેડારસીના અમુક ભાગને અલગ પાડી દીધો છતાં દક્ષિણી સૈન્ય મોટી સંખ્યામાં ઉત્તર તરફ ધસ્યાં.
વૉશિંગ્ટનમાં પ્રમુખ મુશ્કેલીથી માર્ગ કાઢતા હતા. તેમણે એક વિજેતા લશ્કરી સેનાપતિની શોધ આદરી, ઉત્તરના હેતુને રાજકીય
ઝઘડો બનતો અટકાવ્યો, દક્ષિણ પ્રત્યે વેરવૃત્તિ રાખવાના વલણનો સામનો કર્યો અને લોકશાહી સરકારના સિદ્ધાન્તો પકડી રાખ્યા.
લિંકનનો સૌથી પહેલો મહાન હેતુ સંઘને બચાવવાનો હતો. અને ૧૮૬૨ સુધીમાં તેમને ખાતરી થઈ ગઈ કે બીજો હેતુ ગુલામોને મુક્ત કરવાનો હતો. તેમની રીત પ્રમાણે તેમણે તો ગુલામોને ધીમે ધીમે મુક્ત કરવાનું પસંદ કર્યું હોત. પણ દક્ષિણ એ યોજના સ્વીકારે તેમ ન હતું.
એટલે ૧૮૬૩ના જાન્યુઆરીની ૧લી તારીખે તેમણે અમેરિકાની તવારીખના એક મહાન દસ્તાવેજ રૂપ મુક્તિના જાહેરનામા ઉપર સહી કરી. આ જાહેરનામાએ દક્ષિણના ગુલામોને મુક્ત કર્યા અને યુદ્ધને એક નવો નૈતિક અર્થ આપ્યો. માનવની મુક્તિ માટેની લડાઈમાં એક નવી માઈલસ્તંભ રોપાયો. પાછળથી બંધારણમાં સુધારો કરી અમેરિકાના
યુદ્ધની મધ્યમાં—મુક્તિ.
તમામ ભાગોમાં ગુલામીની કાયમ માટે મનાઈ કરવામાં આવી. લિંકનને આશા હતી કે માલિકોને વળતર અપાશે.
યુદ્ધની બાજી બદલાઈ ગઈ હતી. સંઘસરકારે કરેલી દરિયાઈ નાકાબંધીએ દક્ષિણના વેપારને ખોરવી નાખ્યો હતો. જમીન ઉપર સંઘસરકારનાં સૈન્યોએ પશ્ચિમમાંથી કિનારા તરફ આક્રમણ કરી કોન્ફેડરેટ સૈન્યોને વિભક્ત કરી નાખ્યાં અને દક્ષિણી સૈન્યોને ઘેરી લેવા ઉત્તર તરફ વળાંક લીધો.
લિંકન ખુવારીની વધતી જતી યાદી ખિન્ન હૃદયે જોઈ રહેતા હતા. પણ તેમના ખેદમાંથી તેમણે તમામ રાષ્ટ્રો માટે એક અભિજાત લોકશાહી આદર્શનું ઉચ્ચારણ કરવાની પ્રેરણા મેળવી. ૧૮૬૩ની શરદઋતુમાં તેમણે ગેટિસ્બર્ગ (પેન્સિલવૅનિયા) ખાતે પ્રતિજ્ઞા કરી કે ઈશ્વરની રાહબરી નીચે આ રાષ્ટ્રમાં મુક્તિનો પુનરવતાર થશે
શોકની વચ્ચે — લોકશાહી આદર્શ.
આખરે શાંતિ અને પુનર્રચનાનું આગમન થયું.
અને...લોકોની, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર આ દુનિયા પરથી નાશ નહિ પામે.”
૧૮૬૫ માં યુદ્ધથી છિન્નભિન્ન થયેલા આ મુલ્કમાં અંતે શાંતિ સ્થપાઈ. દેશ ફરી પાછો એક બન્યો. પાછાં ફરેલાં રાજ્યોને તરત સ્વશાસન મળે, સંઘ પ્રત્યે વફાદારી જાહેર કરનાર સૌને માફી મળે, હબસીઓને પોતાની નવી સ્થિતિને અનુકૂળ બનવામાં મદદ થાય અને દક્ષિણને આર્થિક રીતે પગભર થવામાં મદદ થાય એવી પુનર્રચનાની ઉદાર યોજના પ્રમુખે તૈયાર કરી નાખી.
લિંકને પોતાના બીજા મંગળ પ્રવચનમાં પોતાનો માર્ગદર્શક સિદ્ધાંત બતાવ્યો હતો : “કોઈ પ્રત્યે દ્વેષ વિના, સૌની પ્રત્યે અનુકંપાપૂર્વક આપણે રાષ્ટ્રના ઘા પર પાટાપિંડી કરવા લાગી જઈએ, આપણી અંદરઅંદર અને તમામ દેશો સાથે ન્યાયી અને ચિરંજીવ શાંતિ સિદ્ધ કરે અને ટકાવે એવું બધું કરી છૂટીએ.”
પણ પોતાનું સ્વપ્નનું સાકાર થતું જોવા લિંકને જીવવાના ન હતા. તેમની પ્રમુખપદની બીજી મુદત શરૂ થયા પછી એક મહિના બાદ, અને યુદ્ધ પૂરું થયા પછી પાંચ જ દિવસ બાદ, તેઓ વૉશિંગ્ટનની એક નાટકશાળાની ધ્વજોથી શણગારેલી બૉક્સમાં બેઠા હતા ત્યારે એક ઝનૂની દક્ષિણવાસીએ તેમનું ખૂન કર્યું.
ધડાકો થયો ત્યારે બધાની આંખો રંગભૂમિ પર હતી. પ્રમુખ પોતાની ખુરશીમાં આગળ નમી ગયા. ખૂની ભાગી ગયો. પાછળથી તેની ધરપકડ વખતે થયેલી ઝપાઝપીમાં તે માર્યો ગયેલો. લિંકનને નાટકશાળાની સામેના એક ઘરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેઓ આખી રાત શાંત પડ્યા રહ્યા. આખું રાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું, બીજે દિવસે સવારે ભાનમાં આવ્યા સિવાય જ લિંકન મૃત્યુ પામ્યા. તેમના મંત્રીમંડળના એક સભ્યે ધીમેથી કહ્યું : “હવે તેઓ અમર બની ગયા છે.”
“અમર બની ગયા છે.”
લોકમાન્ય લિંકન.
એમ લખાયું છે કે લિંકન જરાક ઉચ્ચતર સામાન્ય માનવી હતા. તેઓ સામાન્ય જનસમુદાયમાંથી આવેલા એટલે તેઓ મનુષ્યોની સમસ્યાઓ સમજતા અને દુ:ખ પ્રત્યે હમદર્દી ધરાવતા. એમના ચિત્તમાં એક સિદ્ધાન્ત ઊંડાં મૂળ નાખીને પડેલો કે પ્રત્યેક મનુષ્ય ઈશ્વરની દ્રષ્ટિમાં સમાન જ જન્મે છે અને તેને પોતાનું ભાવી ઘડવાની સમાન તક હોવી જોઈએ.
સહિષ્ણુતામાંની તેમની માન્યતાઓ, લોકશાહીની પ્રક્રિયામાં એમની શ્રદ્ધાએ, હક્ક માટે લડવાની તેમની તત્પરતાએ અમેરિકાવાસીઓની કેટલીયે પેઢીઓને પ્રેરણા આપી છે. માનવીની ભલાઈમાં તેમની શ્રદ્ધા જ અમેરિકાની માન્યતાના કેન્દ્રમાં રહેલી છે. લિંકનના જીવન ઉપર દૃષ્ટિપાત કરવો એ એક રાષ્ટ્રના આત્માની નજીક જઈ તેને સ્પર્શ કરવા સમાન છે.