લોચનિયે લોભાણી રે માવા તારી મોરલિયે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

લોચનીયે લોભાણી રે માવા તારી મોરલીએ ,
જેનો આવ્યો આજો જાણી સરોવર ગઈ તી પાણી,
તેને બોલડીયે બંધાણી રે. લોચનીયે..ટેક

જેણે રસ પીધા જાણી પિયુજીની છે પટરાણી,
ડીક તો ઠેરાણી રે. લોચનીયે...૧

સાંભળોને સૈયર મારી મેરમજીને લીધા માણી,
વાલી લાગે તેની વાણી રે. લોચનીયે...૨

ભીમ ભેટયા ઈ એંધાણી જીવણ જપે જાણી જાણી,
ગરીબી ગવાણી રે. લોચનીયે...૩

  • નોંધ :

આ ભજનના મુખડા ગાયકો માં અલગ અલગ રીતે ગવાય છે જેમકે

"લોચનીયે લોભાણી હું તો તારી વાતડીએ જી
અરેરેરે વેચાણી રે હો માવા
તારી મોરલીરે જી " વિગેરે ..