વનવૃક્ષો/સરુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કૉઠી વનવૃક્ષો
સરુ
ગિજુભાઈ બધેકા
જાળ્ય →


તમે કોઈ વાર ઊંચું ઊંચું સીધું સીધું જાણે આકાશ સુધી વધેલું અને લીલુંછમ એવું ઝાડ કોઈ બાગમાં જોયું હોય તો તે સરુનું ઝાડ છે એમ સમજવું.

તમે દિલરુબા કે સારંગી વગાડનારને કામઠીના ઉપર પીળો કટકો ઘસતાં જોયો છે ? એ કટકાને બેરજો કહે છે. એ સરુ ઝાડના દૂધમાંથી બને છે.

કેટલાએક લોકો સરુને પીળા બેરજાનું ઝાડ કહે છે. એનુંબીજું નામ હિંદીમાં ધૂપસરમ છે. એનું દૂધ અગ્નિ ઉપર નાખવાથી ધૂપ જેવી સુગંધ આવે છે.

તમારે માથેથી કોઈ વાર વાળ ચાલ્યા જાય તો સરુનાં પાંદડાં પાણીમાં વાટીને ચોપડવાં, એમ એક ચોપડીમાં લખેલું છે. તમે તો નાનાં છો એટલે તમારા વાળ તો ભાગ્યે જ જાય પણ તમારા દાદાને માથે તાલ પડી હોય તો તેમને આ વાત કહેજો.

સરુનું ઝાડ બાગની શોભા છે. કોઈ સારા બાગમાં જઈ તેને શોધી કાઢજો.