લખાણ પર જાઓ

વસંત

વિકિસ્રોતમાંથી
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હરિશ્ચંદ્ર ભટ્ટ
ઊર્મિકાવ્ય

વસંત

પચરંગી પટકૂળ ધારી,
દીપે કુદરત આ રતે ન્યારી.
કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવપલ્લવ જૂનાં ઉતારી,
આંબે મૉર અથાગ જ ઝૂકે, જાણે કલગીઓ સારી.
વસંતની આવી સવારી ! દીપે …..
વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી,
ફૂલનાં ઝૂમખે ઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી!
ઝૂલે ઝાડી ફૂલભરી ભારી ! દીપે….
ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઇ ફૂલની પથારી,
ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી!
કોયલની છે બલિહારી! દીપે ….

નવલરામ પંડ્યા