વાગે રે વાગે આજ નોબત વાગે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વાગે રે વાગે આજ નોબત વાગે
મારે ઘેર આનંદ પધારો વિનાયક,
વાગે રે વાગે...

આજ વિનાયક કોના ઘેર નીસર્યા
આજ વિનાયક,_____ ઘેર નીસર્યા
રૂમઝૂમ પગલે પધારો વિનાયક
વાગે રે વાગે....

આજ વિનાયક કોના ઘેર નીસર્યા
આજ વિનાયક,_____ ઘેર નીસર્યા
કુમકુમ પગલે પધારો વિનાયક
વાગે રે વાગે....

આજ લાડકડી ના લગન લેવાણાં
આજ,_____ ના લગન લેવાણાં
આશિષ દેવા પધારો ગજાનંદ
વાગે રે વાગે...