વાડીનો મોરલો
Appearance
વાડીનો મોરલો અજ્ઞાત |
વાડીનો મોરલો
વાડીના મોરલા ! આવજે હો !
મ્હારી વાડીના મોરલા ! આવજે હો !
મ્હારા ઘરચોકમાં નિત નિત આવજે;
વાડીના મોરલા ! આવજે હો !
ત્હારી કળાએ ઉગી અગણિત ભાતો;
એમાંની એક તો આલેખજે હો !
વાડીના મોરલા ! આવજે હો !
કલ્પનાની મંજરી શી કનકની કલગી;
દોડજે, ઉમંગે ડોલાવજે હો !
વાડીના મોરલા ! આવજે હો !
મીઠા લાગે મ્હને ત્હારા ટહુકડા;
ટહૌકી, કળાયલ ! નાચજે હો !
વાડીના મોરલા ! આવજે હો !
અન્તરની પ્રીત સમી ચાલ ત્હારી, મોરલા !
કૂદજે તું, દૂર ના ઉદજે હો !
વાડીના મોરલા ! આવજે હો !