વિકિસ્રોત ચર્ચા:પ્રકાશનાધિકાર નીતિ
નવો વિષયઅંગ્રેજી Wikisourceનાં અન્ય સંકળાયેલ પાનાંઓના અનુવાદની પ્રવૃતિને આપણે સંકલિત્ અને સુઆયોજીત્ સ્વરૂપે કરી શકીએ તે માટે મારૂં સૂચન છે કે અનુવાદની પ્રવૃતિની વહેંચણી આપણે આ મચ દ્વારા કરીએ. આમ કરવાથી આપણે વધારે અસરકારક અને કાર્યક્ષમ રીતે આ પ્રવૃતિ કરી શકીશું. તદુપરાંત આપણે જે પણ્ પાનાંનો અનુવાદ હાથ પર લઇએ તે પાનાં પર હાયપર્ લિંક્ થયેલ સંદર્ભનાં પાનાંઓનો પણ્ અનુવાદ કરવો જોઇએ કે કેમ તે પણ્ નક્કી કરીને તે પણ્ કુલ્લે કરવાનાં કામોમાં આવરી લઇ તેની પણ્ સંકલિત્ વહેંચણી કરીએ. --Amvaishnav
પ્રકાશનાધિકાર નીતિ
[ફેરફાર કરો]આપણા વિકિસ્રોતમાં આ નીતિ બહુ સ્પષ્ટ ભાષામાં આપેલી નથી. શું આપણે આ નીતિને થોડી સ્પષ્ટ કરી શકીએ? કોઈ લેખક કે કવિની કૃતિ કેટલા વર્ષ પછી જાહેર વપરાશ માટે મુક્ત બને છે? ત્રિભુવનદાસ લુહાર (સુન્દરમ્)ની કૃતિઓ વિકિસ્રોત પર જોવા મળતી નથી. શું તે મુક્ત વપરાશ માટે પ્રાપ્ત નથી? Ravijoshi (ચર્ચા) ૧૫:૨૩, ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)