વેણુનાદ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
વેણુનાદ
અજ્ઞાત


<poem> સાખી: નિજ નિજ વિષયે સ્વાદ લે ઇન્દ્રિય થઇ રસલીન;

વિષય એક વશ સર્વને સૂર મધુરા સહ મીન.

મધુર વેણુનાદ આવે, સુણ, સખિ ! મનહર કેવો મધુર વેણુનાદ આવે.

યમુના તે તટ રળિયામણું રે, શ્રી કુંજઘટા શ્યામ છાઇ! વજાડે શ્યામ મુરલી, સખીરી ! સુણ સખિ૦

મીઠી મૃદુલ સમીરલહેર, શીતલ વારી, આલિંગી વહે ઉપવને-વને; કુંજ કેરાં રે, આબ કેરાં રે, શ્વેર મુક્તા લૂંટી લાવતી. કાલાન્તિ-ભ્રાન્તિ ટાળતી, શાન્તિ પરમ વાળતી. મીઠી મૃદુલ૦

પશુપક્ષી વૃક્ષ વિષે બની અધીર કુંજ ધસે; સૂર દિશે;

સૃષ્ટિ, સદન, અવની, ગગન, હસતિ વદન મગન ભાળિયે: સુરતિ, સૂરથી, રાચતી રોચતી, વિરહી વિરહીએ. મધુર૦

સાખી:કુસુમલતા ઝૂકી ઝૂલી, કરતી નૃત્ય સરંગ;

સુગંધી સુમને ખીલી રહી, છાઇ પ્રણયી નિજ સંગ.

વૃક્ષપર્ણ, સરિતનીર, હીન ગતિ ભાળિયે; ભાનુ, ચંદ્રબિંબ, વીજ ચમકતી રે ન્યાળિયે; શ્વાસમાં, પાસમાં લલિત વશ વિભુ. મધુર૦