શાને માટે ભજતો નથી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

શાને માટે ભજતો નથી, સેજે સીતા રામ,
આરે કાયામા છે, હાડકાને ચામ,
તેમા તુ મોહી રહયો, વિખીયાનુ ઠામ. શાને


ધાઈ ધુતી ધન ભેળુ કીધુ, દાટી બેઠો દામ,
બાપ દાદા ચાલ્યા ગયા, કોઈને ન આવ્યુ કામ. શાને


અહીયા તારો હુકમ ચાલે, પછી થઈશ ગુલામ,
બાજીગરાનો વાંદર સરજીશ, પછી ભરીશ સલામ. શાને


પાપની તે પાળુ બાંધી, પુન્યનુ નહી નામ,
સંતોની સેવા ન કીધી, હૈયે રહેશે હામ. શાને


હેતે પ્રીતે હરિને ભજો, અખંડ આઠો જામ,
દાસી જીવણ ભીમકા ચરણા, નશો એક નામ. શાને